નોશેરામાં PAKએ તોડ્યું સિઝફાયર, 4 ભારતીય ચોકીઓ પર નાંખ્યા મોર્ટાર

જમ્મુ: પાકિસ્તાની રેન્જર્સે એક વખત ફરીથી સીમા પર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાસ્મીરમાં એલઓસી પાસે નોશેરા સેક્ટરમાં રવિવારે સવારે 5 વાગ્યે પાકિસ્તાન તરફથી 4 ભારતીય ચોકીઓ પર મોર્ટાર નાંખવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને કરારા જવાબ આપ્યો.

જો કે આ ફાયરીંગમાં હજુ સુધી કોઇ પણ પ્રકારનું નુકસાન થયું હોવાના સમાચાર મળ્યા નથી, પાકિસ્તાન તરફથી કલોર અને જંગલ પોસ્ટ તરફથી ફાયરીંગ કરવામાં આવ્યું. ફાયરીંગ ઉપરાંત મોર્ટાર શેલ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.


પાકિસ્તાન તરફથી એલઓસી પર સિઝફાયરનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પીઓકેમાં ભારતના સર્જિકલ સ્ટ્રાઇક બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા પણ વધી ગયા છે. 14 ઓક્ટોબરે શ્રીનગરના બહારના વિસ્તારમાં આંતકીઓએ સશસ્ત્ર સીમા દળના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થઇ ગયો હતો અને 8 લોકો ઘાયલ થયા હતા.

You might also like