હંદવાડાના યારીપુરમાં સેના અને આંતકી વચ્ચે અથડામણ, બે આંતકીઓ ઠાર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના હંદવાડામાં રવિવારે થયેલી જોરદાર અથડામણમાં સેનાના લશક્ર એ તોયબાના બે આંતકીઓનો ઠાર કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલ બંને આતંકવાદીઓ કુપપવાડામાં આર્મી કેમ્પ પર થયેલા આત્મઘાતી હુમલામાં સામેલ હતા. આતંકીઓની સાથે સેનાની અથડામણ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાથી 2 કિમી ઉત્તરમાં વારિપોરા ગામમાં થઇ.

આશેર સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેના અનવે આતંકીઓની વચ્ચે અથડામણ શરૂ થઇ. આ ઓપરેશનમાં લશ્કર એ તોયબાના બે આતંકવાદી માર્યા ગયા. જો કે હજુ સુધી એ લોકાની ઓળખ થઇ શકી નથી. બંને આંતકીઓની શબ પોલીસની ગાડીમાં નાંખીને લઇ જવામાં આવ્યા છે.

જણાવી દઇએ કે સેનાના ત્રણ જવાન આ આત્મઘાતી હુમાલામાં શહીદ થઇ ગયા હતા. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આ આત્મઘાતી હુમલો 26 એપ્રિલના રોજ થયો હતો.

હંદવાડામાં થયેલી આ અથડામણમાં કોઇ સામાન્ય નાગરિક કે જવાનને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી નથી. ,સેના આતંકીઓની શોધમાં સર્ચ અભિયાન ચાલુ રાખ્યું છે.

http://sambhaavnews.com/

You might also like