કાશ્મીરમાં 25મા દિવસે પણ અશાંતિ, પ્રદર્શનકારીનાં મૃત્યુથી સ્થિતિ તણાવપૂર્ણ

શ્રીનગર: કાશ્મીરમાં ૨૫મા દિવસે પણ મામલો થાળે પડવાનું નામ લેતો નથી. પુલવામામાં ગોળી વાગતાં એક પ્રદર્શનકારીનાં મોત બાદ પરિસ્થિતિ વધુ વણસી છે. કાશ્મીર ઘાટીના કેટલાક ભાગમાં ખૂબ જ તણાવપૂર્ણ માહોલ છે. અા પહેલા ગઈ કાલે મહિલાઅોઅે પણ ઘાટીના કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાનનો ઝંડો લઈને વિરોધ કર્યો હતો.

ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. અાતંકી બુરહાન વાનીનાં મૃત્યુ બાદ કાશ્મીરમાં ફેલાયેલી હિંસામાં હવે મોતનો અાંકડો ૫૦ સુધી પહોંચી ચૂક્યો છે. પુલવામાનાં લેથપોરા વિસ્તારમાં હિંસક ભીડે એક સિનિયર અધિકારીની ગાડી સળગાવવાની કોશિશ કરી. સૂત્રોઅે જણાવ્યું કે અધિકારી મંગળવારે રાત્રે ૮.૩૦ વાગે શ્રીનગર-જમ્મુ હાઈવેથી પોતાના સિક્યોરિટી ગાર્ડ સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે જ ભીડે તેમણે ઘેરી લીધા અને ગાડીને અાગ લગાવી દીધી.

પરિસ્થિતિ કાબૂ કરવા માટે અધિકારીના સિક્યોરિટી ગાર્ડે ભીડ પર ફાયરિંગ કર્યું. જેમાં એક પ્રદર્શનકારી મૃત્યુ પામ્યો અને અન્ય એક ઘાયલ થયો. કૂપવાડાના તેહી ગામમાં ભીડે પોલીસ સ્ટેશન બહાર દેખાવો કર્યા. પોલીસે ટીયરગેસ છોડવા પડ્યા. અા ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા જેમાં એકની સ્થિતિ ગંભીર છે.

પ્રધાનોનાં ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા
સેના સાથે લડવાના બદલે હવે અલગાવાદીઅોઅે નેતાઅોના ઘરને િનશાન બનાવવાની રીત અપનાવી છે. કાશ્મીરમાં અાંદોલનકારીઅોઅે જમ્મુ કાશ્મીરના શિક્ષણ પ્રધાન નઈમ અખ્તરના ઘર પર બે પેટ્રોલ બોમ્બ ફેંક્યા. જો કે અા વખતે ઘરમાં કોઈ હાજર ન હતું. અા ઉપરાંત મોડી રાત્રે ગ્રામીણ વિકાસ પ્રધાન અબ્દુલ હક ખાનના કાફલા પર કૂપવાડાના ટંકધારમાં હુમલો કરાયો. તેમના કાફલા પર પથ્થર મારો કર્યો પરંતુ પ્રધાન સુરક્ષિત બચી ગયા.

You might also like