નૌશેરા સેક્ટરમાં ફાયરિંગ, pakએ બે દિવસમાં સાતમી વાર તોડ્યું સિઝફાયર

જમ્મુ: પાકિસ્તાને જમ્મુના રાજોરીમાં નોશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે એક વખત ફરીથી સિઝફાયર તોડ્યું છે. ભારતીય સમયાનુસાર બપોરે 12.10 પર પાકિસ્તાન તરફથી મોર્ટાર ફેંકવામાં આવ્યા હતાં.

જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાનએ સેનાના કેમ્પો અને રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને મોર્ટાર નાંખ્યા હતાં. જો કે હજુ સુધી આ હુમલામાં કોઇ નુકસાન થયું હોવાની જાણકારી મળી નથી.

તમને જણાવી દઇએ કે છેલ્લા બે દિવસમાં સાતમી વખત પાકિસ્તાન તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સીમા પાસેના વિસ્તારોમાં રહેનારા લોકો પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા હુમલાના કારણે ભયનો માહોલ છવાઇ ગયો છે.

ભારત તરફથી પીઓકેમાં ઘૂસીને સર્જિકલ ઓપરેશન કર્યા પછી પાકિસ્તાન તરફથી સિઝફાયરના ઉલ્લંઘનની ઘટના લતત વધી ગઇ છે. નોંધનીય છે કે બુધવાર ગુરુવારની રાતે ભારતીય સેનાએ પીઓકેમાં ત્રણ કિલોમીટર સુધી આતંકીઓનો ઠાર કર્યો હતો અને 50થી વધુ આંતકીઓ માર્યા ગયા હતા. આતંકીઓની સુરક્ષામાં લાગેલા પાકિસ્તાની સેનાને આ ઓપરેશનમાં ઙારે નુકસાન પહોંચ્યું હતું.

You might also like