હજી પણ 12 આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં : તંત્ર એલર્ટ

નવી દિલ્હી : રવિવારે જમ્મુ કાશ્મીરનાં ઉરી સેક્ટરમાં આર્મી બેઝ પર થયેલા આતંકવાદી હૂમલા બાદ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રવિવારે થયેલા આ હૂમલામાં 17 જવાન શહિદ થયાહતા. જ્યારે 19 જવાન ઘાયલ થયા હતા. જો કે સુત્રો અનુસાર શનિવારે એલઓસીથી 16 આતંકવાદીઓ ઘુસ્યા હતા આ આતંકવાદીઓ ત્રણ ભાગમાં વહેંચાઇ ગયા હતા. જે પૈકીનાં એક જુથે ઉરી હૂમલો કર્યો હતો.

સુત્રો અનુસાર ઘૂસણખોરોનું એક જુથ મોટાહૂમલાના ઇરાદાથી પૂંછ તરફ ગયું છે. તો અન્ય એક જુથ શ્રીનગર તરફ રવાના થયું છે. ઉરી એટેકમાં ચાર આતંકવાદીઓને ઠાર કરાયા બાદ હવે 12 આતંકવાદીઓ બચ્યા છે. જે હજી પણ જમ્મુ કાશ્મીરમાં ફરી રહ્યા છે. આ અંગે એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર શ્રીનગરની મુલાકાત બાદ સોમવારે વડાપ્રધાનને હૂમલાનો અહેવાલ સોંપશે. આ હૂમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સ્પષ્ટ થઇ ચુક્યું છે. આતંકવાદીઓ પાસેથી મળેલા હથિયારોમાં પણ મેડ ઇન પાકિસ્તાનની મહોર લાગેલી છે. ઠાર કરાયેલા આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનાં પુરતા પુરાવાઓ મળ્યા છે.

You might also like