જમ્મુ કશ્મીરઃ શોપિયાંમાં ગ્રેનેડ એટેક, CRPFના 1 જવાન સહિત 8 ઘાયલ, ઓપરેશન ચાલુ

શ્રીનગરઃ પંપોરમાં સોમવારથી ચાલી રહેલું એન્કાઉન્ટર હજી પૂરૂ નથી થયું. ત્યારે આતંકિયોએ શોપિયાંમાં ગ્રેનેડ એટેક કરી દીધો છે. આ હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસના એક જવાન સહિત 7 નાગરિકો માર્યા ગયા છે. આતંકિયો સાઉથ કાશ્મીર સ્થિત શોપિયોમાં મુખ્ય ચાર રસ્તા પર તહેનાત CRPF જવાનો સાથે 7 નાગરિકો પણ ઇજાગ્રસ્ત થયા છે. સુરક્ષાદળે સમસ્ત વિસ્તારને ઘેરી લીધો છે અને હાલ આતંકિયોની શોધખોળ ચાલી રહી છે.

પંપોરમાં આતંકિયો અને સુરક્ષા દળ વચ્ચે હજી પણ ઘર્ષણ ચાલી રહ્યું છે. EDIની બિલ્ડિંગમાં બે ત્રણ આતંકવાદીઓ ધૂસ્યા છે. મળતી માહિતી મુજબ એન્કાઉન્ટર અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. સૂત્રો પ્રમાણે સેના આ ઇમારતને પાડવાની તૈયારીમાં છે.

You might also like