કાશ્મીરના શોપિયાંમાં 18 કલાક ચાલેલી અથડામણમાં હિઝ્બુલના 3 આતંકીનો ઠાર, 2 જવાન શહીદ

નવી દિલ્હી: કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલુ છે. શનિવારે સાંજથી શોપિયાં જિલ્લામાં આતંકીઓ સાથે ચાલી રહેલી અથડામણ હવે પૂરી થઇ ગઇ છે. સુરક્ષાબળોએ 3 આતંકીઓનો ઠાર કર્યો છે. જો કે એમાં 2 જવાન પણ શહીદ થઇ ગયા છે, જ્યારે 3 ગંભીર રૂપથી ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શોપિયાના અવનીરા ગામમાં અથડામણ ચાલ્યું હતું. સ્થાનિક સ્તર પર આ વિસ્તારને બગદાદના નામથી ઓળખવામાં આવે છે.

જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે ભારતીય ચોકીઓ પર પાકિસ્તાની સૈનિકોએ શનિવારે સાંજે કોઇ પણ કારણ વગર ગોળી ચલાવવાથી ભારતીય સેનાનો એક જવાન શહીદ થઇ ગયો અને એક મહિલાનું મોત થયું હતું. રક્ષા વિભાગના એક પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકોને સાંજે પાંચ વાગ્યે ભારતીય ચોકીઓ પર અચાનક ગોળીબાલ ચાલુ કરી દીધી.

બીજી બાજુ કુલગામમાં ચાલી રહેલા એનકાઉન્ટરમાં એક આર્મી જવાનના ગંભીર રૂપથી ઘાયલ થયો હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળ પર સ્થાનિક નાગરીકોને સેનાના જવાનો પર પથ્થરમારો કર્યો. સીઆરપીએફના 18 બટાલિયન, 90 બટાલિયન, 1 આરઆર, 9 આરઆર અને એસઓજી કુલગામએ મોર્ચો સંભાળી રાખ્યો છે. આતંકીઓ સાથે સુરક્ષાબળોની મુઠેભેડ ચાલુ છે.

સ્થાનિક સૂત્રો અનુસાર શોપિયામાં હિઝ્બુલના 3 આતંકીઓનો ઘેરાવો કર્યો હોવાની વાત કહેવામાં આવી રહી છે. ઓપરેશનમાં સીઆરપીએફના 14 બટાલિયન, 3 આરઆર અને એસઓજી જેનપોરાની ટીમો લાગેલી છે.

http://sambhaavnews.com/

You might also like