મહેબૂબાનું કડક વલણ, યુવાનોને ઉશ્કેરવાનું બંધ કરે PAK

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરની હાલાત પર સીએમ મહેબૂબા મુફ્તીએ પ્રધાનમંત્રી મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ઘાટીની સ્થિતિથી ચિંતામાં છે. તે ઇચ્છે છે કે આ બાબતે જલ્દીમાં જલ્દી સમાધાન થાય.
પાકિસ્તાને વાતચીત કરવામાં એક સારા મોકાને ખોઇ નાંખ્યો છે. જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવી જ પીડીપી અને ભાજપનું લક્ષ્ય છે.

તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાકિસ્તાન સુરક્ષાદળોના જવાનોને ભડકાવવાનું બંધ કરે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાનમાં માણસાઇ છે તો તેવી આવી હરકતો કરે નહીં. પાકિસ્તાનમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે વ્યવહાર થયો તે ખોટો છે.

વાજપેયી સરકારની પ્રશંસા કરતાં મહેબૂબાએ કહ્યું કે તે સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવી શકતી હતી. ભારતના લોકતંત્રમાં સૌથી વધારે આઝાદી છે. ઘાટીમાં વાતચીત એ લોકા સાથે જ થઇ શકે છે જે શાંતિ ઇચ્છે છે. મહેબૂબાએ
ભાવુક અપીલ કરીને કહ્યું કે જમ્મુ કાશ્મીરની જનતા શાંતિ સ્થાપિત કરવામાં તેની મદદ કરે.

મહેબૂબાએ કહ્યું કે પાંચ ટકા લોકો ગરીબના બાળકોને પ્રોત્સાહન આપે છે. સરકારની પાસે હાલની સ્થિતિમાં કરફ્યૂ લગાવવા ઉપરાંત બીજો કોઇ ઉપાય નથી. જો સરકાર કરફ્યૂ ના વગાવે તો શું કરે? તેમણે કહ્યું કે કાશ્મીરની
સમસ્યાને પતાવવા માટે અલગાવવાદીઓએ પણ આગળ આવવું જોઇએ. તે તેમની જવાબદારીથી પાછળ કેવી રીતે ખસી શકે છે.

આ મીટિંગમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતાં. પીએમ સાથેની મુલાકાત પછી મહેબૂબા બીજા કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરશે.

નોંધનીય છે કે આતંકી બુરહાન વાનીના માર્યા ગયા પછી કાશ્મીર ઘાટીમાં અલગ અલગ ભાગમાં છેલ્લા 50 દિવસોમાં હિંસા અને કરફ્યૂ ચાલુ છે.

You might also like