જમ્મુ-કશ્મીરઃ અનંતનાગ પેટાચૂંટણીમાં મહેબુબાની જીત

જમ્મુ-કશ્મીરઃ જમ્મુ-કશ્મીરમાં શનિવારે અનંતનાગ વિધાનસભા ક્ષેત્ર માટે થયેલી પેટાચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. જમ્મૂ કશ્મીરના સીએમ મહેબુબા મુફ્તીને 12 હજારથી વધારે વોટ સાથે જીત હાંસલ કરી  છે. તેમણે કોંગ્રેસ સ્પર્ધક હિલાલ શાહ અહેમદને હરાવ્યા છે. મહેબુબાની જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને જીતની શુભકામના પાઠવી છે. આ પહેલાં વોટની ગણતરી દરમ્યાન સીલ કર્યા વગરના ઇવીએમ મશીન મળવા પર હોબાળો મચ્યો હતો. જેને કારણે થોડીવાર માટે મતગણરી રોકી દેવામાં આવી હતી.

અનંતનાગની પેટા ચૂંટણીમાં 8 ઉમેદવારોમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના મહેબુબા મુક્તી, કોંગ્રેસના હિલાલ અહેમદ શાહ અને નેશનલ કાંફ્રેસના ઇફ્તિખાર હુસૈન મિસગર હતા. એક અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે અનંતનાગમાં 22 જૂને મતદાન  બાદ સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવેલ ઇવીએમ મશીનને ઉમેદવારોની સામે ખોલવામાં આવ્યાં હતા અને વોટોની ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતા. તત્કાલીન મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદના નિધન પછી અનંતનાગમાં પેટા ચૂંટણીની જરૂર હતી. સઇદનું સાત જાન્યુઆરીએ નવી દિલ્હીમાં બિમારીને કારણે નિધન થયું હતું.

You might also like