જમ્મુ-કાશ્મીરમાં CRPFની ટ્રક પર પથ્થરમારો, બે જવાન શહીદ, 3ને ઇજા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કાકેરનાગ વિસ્તારમાં બુધવારે સીઆરપીએફના ટ્રક પર પથ્થરમારો કરાતાં સીઆરપીએફ 164 બટાલિયનના બે જવાનોના મોત થયા છે જ્યારે 3 જવાન ઇજાગ્રસ્ત થયા છે. મળતાં અહેવાલ મુજબ કોકેરનાગર વિસ્તારમાં અસમાજીક તત્વો દ્વારા સીઆરપીએફના ટ્રક પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રકનો ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ટ્રક ચાલકના ઇજાગ્રસ્ત થયા બાદ ટ્રકનું નિયંત્રણ ગુમાવી દેતા પલટી ગઇ હતી.

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકેરનાગ વિસ્તારમાં ફરી અસામાજીક તત્વોનો આતંક જોવા મળ્યો. અસમાજીક તત્વોએ CRPFના ટ્રક પર પથ્થરમારો કરતા ટ્રક પલટી જતાં 2 જવાનોના મોત થયા હતા. ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

પથ્થરમારામાં ટ્રક ચાલકને ગંભીર રીતે ઈજા થતાં ટ્રક પરનો કાબૂ ગુમાવતા ટ્રક અને જવાનોની બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. CRPFના જવાનો પોતાની ફરજ પૂરી કરી પરત આવી રહ્યાં હતા તે સમયે આ ઘટના બની હતી. પથ્થમારો કરનારા તત્વોએ પહાડી વિસ્તારનો લાભ લઈ ટ્રક પર પથ્થરમારો કર્યો હતો.

You might also like