કાશ્મીરઃ પોલીસ કોન્સ્ટેબલ ચાર એકે-૪૭ સાથે લાપત્તા

શ્રીનગર: ત્રાસવાદી હુમલામાં ધાયલ થયેલા ઓફિસરના સુરક્ષા છત્રના ભાગરુપે રહેલા એક કોન્સ્ટેબલ હવે જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં બિજબહેરામાંથી ચાર એકે રાયફલ સાથે ફરાર થઇ જતાં સનસનાટી મચી ગઈ છે. ચાર એકે-૪૭ રાયફલ સાથે લાપતા થયેલા પોલીસ કોન્સ્ટેબલની શોધખોળ ચાલી રહી છે.

કોન્સ્ટેબલ મસૂદ અહેમદ ફરજ ઉપર હાજર થવામાં નિષ્ફળ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તે એસડીપીઓ બિજબહેરાની ઓફિસ પર ફરજ માટે હાજર થયો નથી જેથી તેની ગતિવિધિને લને નવી શંકાઓ ઉભી થઇ ગઇ છે. પોલીસ સ્ટેશનમાં ઉંડી તપાસ કરવામાં આવતા ચાર એકે-૪૭ રાયફલ લાપત્ત્।ા હોવાનું જાણવા મળ્યું છે. તેમને શંકા છે કે આ કોન્સ્ટેબલ તેની સાથે રાયફલ લઇને ફરાર થઇ ગયો છે.

દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને તેને શોધી કાઢવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. સોપિયન જિલ્લાનો નિવાસી મસૂદ ૨૪મી ડિસેમ્બરના દિવસે બિજબહેરા ખાતે કરવામાં આવેલા આતંકવાદીહુમલામાં ધાયલ થયેલા ડીએસપી ઇરશાદ અહેમદની સુરક્ષામાં તૈનાત હતો. પોલીસે ઓફિસર પર કરાયેલા હુમલામાં આ કોન્સ્ટેબલની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો નથી. આ બનાવમાં અન્ય એક અધિકારીને પણ ઇજા થઇ હતી.

જમ્મુ-કાશ્મીરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવ્યા બાદ લાપતા થયેલા પોલીસ કોન્સ્ટેબલની ઉંડી તપાસ ચાલી રહી છે. એકે ૪૭ને શોધવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. હાલમાં જ એવા અહેવાલ આવી ચુકયા છે કે, જમ્મુ કાશ્મીરમાં પણ આતંકવાદીને પંજાબની જેમ જ સજીવન કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આતંકવાદીઓની ધુસણખોરી અંગેના અહેવાલ પણ હાલમાં આવ્યા છે.

You might also like