જમ્મૂ-કાશ્મીર: ડીજીપીની કરાઇ બદલી, કામગીરીથી કેન્દ્ર નારાજ, દિલબાગસિંહને સોંપાયો વધારોનો ચાર્જ

જમ્મૂ-કાશ્મીરના ડીજીપી ડો. એસપી વૈધને ગુરૂવારે તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યાં છે. તેમને ટ્રાન્સપોર્ટ કમિશનરનો પદભાર સોંપવામાં આવ્યો છે. ડીજીપી (જેલ) દિલબાગસિંહને ડીજીપી પદનો વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

એક અહેવાલ મુજબ એસપી વૈધ પર કેન્દ્ર સરકારની નારાજગી સામે આવી છે. કેન્દ્ર પોલીસકર્મીના પરિવારવાળોના અપહરણની વધતી ઘટનાઓ તેમજ તેના ઉકેલ લાવવાની રીતથી કેન્દ્ર સરકાર નારાજ હતી.

જમ્મૂ-કશ્મીરમાં સતત પોલીસકર્મીઓના થઈ રહેલા અપહરણ મામલે ડીજીપી એસ.પી. વૈદ્યની બદલી કરી દેવામાં આવી છે. એસપી વૈદ્યને ટ્રાન્સપોર્ટ કમિશ્નરનો પદભાર સોંપવામાં આવ્યો છે.

તેમની જગ્યાએ હવે જેલ વડા દિલબાગસિંહને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, કેદ્રીય ગૃહ મંત્રાલય જમ્મૂ-કશ્મીરમાં વધી રહેલી આતંકી ઘટનાઓને રોકવા માટેની કાર્યવાહીને લઈને ડીજીપી વૈદ્યથી ખૂબ જ નારાજ છે.

જેના પગલે વૈદ્યની બદલી કરી દેવાઈ છે. વૈદ્ય જમ્મૂ-કશ્મીર કેડરના 1984ની બેચના IPS અધિકારી છે. જમ્મૂ-કશ્મીરમાં સતત વધી રહેલા અપહરણના મામલે તેમની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા હતા. જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

You might also like