જમ્મુ-કાશ્મીરના મુદ્દે ચર્ચા કરવા આજે સર્વપક્ષીય બેઠક

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવા આજે મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીઅે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જોકે વિપક્ષ નેશનલ કોન્ફરન્સે આ બેઠકમાં ભાગ નહિ લેવાની જાહેરાત કરી છે. પક્ષ તરફથી સરકારને પાઠવવામાં આવેલાં બે પાનાંનાં પત્રમાં જણાવાયું છે કે વિશ્વસનીયતા, પ્રભાવ અને માનવતાના નેતૃત્વના અભાવવાળી સરકારમાં સર્વપક્ષીય બેઠક બોલાવવાનો કોઈ જ અર્થ નથી.

વિપક્ષે સરકારના વરિષ્ઠ પ્રધાન અબ્દુલ રહેમાનીને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં જે રીતે હિંસક ઘટનાઓ બની રહી છે અને તેની સામે જે કાર્યવાહી થઈ રહી છે તેના પરથી એટલું ચોકકસ કહી શકાય કે રાજ્યમાં કોઈ અસરકારક નેતૃત્વ નથી.

દરમિયાન કાશ્મીરમાં ચાલતી હિંસક ઘટનાઓમાં અત્યાર સુધી કુલ ૪૩ લોકોનાં મોત થયાં છે. ગઈ કાલે વધુ એક ઈજાગ્રસ્તનું હોસ્પિટલમાં મોત થયુંુ હતું. બીજી તરફ છ દિવસ બાદ આજે સ્થાનિક અખબારો પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતાે. ગઈકાલે મુખ્યપ્રધાન મહેબૂબા મુફતી સાથે સંપાદકોની મુલાકાત બાદ આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાર જિલ્લા બારામુલ્લા, બાંદીપોરા, બડગામ અને ગાંદરબલમા સ્કૂલ આજથી શરૂ કરવામા આવી હતી.

You might also like