ભારતનો યૂએનમાં હુંકાર,” પાક. કાન ખોલી સાંભળી લે, J&K ભારતનું જ રહેશે”

યૂનાઇટેડ નેશન્સઃ ભારતે પાકિસ્તાનને મજબૂતીથી કહીં દીધું કે કાશ્મીર અમારું જ રહેશે અને હવે પાકિસ્તાને પણ આ વાત માની લેવી જોઇએ. યૂનાઇટેડ નેશન્સમાં ચર્ચા દરમ્યાન ઇન્ડિયન ડિપ્લોમૈટ શ્રીનિવાસ પ્રસાદે આતંકવાદને દેશની પોલીસીનાં આધારે ઉપયોગ કરવા મામલે પાકિસ્તાનની આકરી ટીકા કરી. ભારતે કહ્યું કે પાકિસ્તાન “કલ્ચર ઓફ પીસ”નાં નામ પર યૂનાઇટેડ નેશન્સમાં જમ્મુ-કશ્મીરનો મુદ્દો ઉઠાવે છે પરંતુ દરેકને ખ્યાલ છે કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સૌથી સુરક્ષિત જગ્યા છે.
યૂએનનાં કલ્ચરલ ફોરમમાં એક ચર્ચાનાં દોર દરમ્યાન ગુરૂવારે પાકિસ્તાનનાં પર્મેનેન્ટ રિપ્રેજેંટેટિવ મલીહા લોથીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

યૂએનમાં શું કહ્યું હતું પાકિસ્તાને?
મલીહા લોથીએ કહ્યું હતું કે,”અહીં ઘણા એવાં પ્રશ્નો પણ ઉપસ્થિત છે કે જેમાં અમારી સાથે થયેલ અન્યાયને ન્યાય આપવાની જરૂર છે. કે જેમાં અહીં હજી પણ લોકોને પોતાની ઇચ્છા અનુસાર જીવવાનો મૌલિક અધિકાર નથી આપવામાં આવી રહ્યો.”

ભારતે પ્રત્યુત્તરમાં શું આપ્યો જવાબ?
શ્રીનિવાસ પ્રસાદે કહ્યું કે,”હું અમારા પડોસીને યાદ અપાવી દઉં કે જમ્મુ-કશ્મીર એ ભારતનો જ એક ભાગ છે અને તે સદાય ભારતનો જ ભાગ રહેશે. લોકતંત્રનાં આધારે ભારત હંમેશા લોકોની ઇચ્છાઓને માનતું આવ્યું છે અને ભારત ક્યારેય આતંકવાદીઓ અને ચરમપંથીઓને લોકતંત્રને ઢીલું નહીં પડવા દે.”

You might also like