જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલે બોલાવી સર્વપક્ષીય બેઠક, રાજ્યની સ્થિતિ અંગે કરાશે ચર્ચા

જમ્મુ-કાશ્મીરની અત્યારની પરિસ્થિતિ અને અમરનાથ યાત્રાને લઇને રાજ્યપાલ એનએન વોહરાએ સર્વદળીય બેઠક બોલાવી છે. રાજ્યપાલ શાસનમાં આ પ્રથમ સર્વદળીય બેઠક છે. આ બેઠકમાં રાજ્યના તમામ પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રીય તેમજ સ્થાનિક પાર્ટીઓને બેઠકમાં આંમત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ બેઠકમાં રાજ્યપાલ શાસનને લાગુ થયા બાદ ઉભી થયેલી સ્થિતિ અંગે બેઠક બોલાવામાં આવી છે.

મંગળવારે ભાજપે સમર્થન પરત ખેંચી લેતા પીડીપી-ભાજપ સરકાર પડી ગઇ હતી અને બુધવારથી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થઇ ગયુ હતું. ભાજપે રાષ્ટ્રીય હિતમાં ઘાટીમાં ખરાબ કાનૂન વ્યવસ્થાને લઇને સમર્થન પરત લઇ લીધું હતું. આમ આ અંગે રાજ્યની પરિસ્થિતિને લઇને સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા હાથ ધરાશે.

You might also like