જમ્મુ કશ્મીરના બાંદીપુરમાં ઘર્ષણમાં એક આતંકી ઠાર, બે જવાન શહિદ

બાંદીપુરાઃ જમ્મુ-કશ્મીરમાં આતંકિયો અને સુરક્ષા કર્મીઓ વચ્ચે થયેલ અથડામણમાં બે જવાન શહિદ થયા છે. જ્યારે એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષા દળના લશ્કર કમાન્ડોએ ઘર્ષણમાં આતંકિને ઠાર કર્યા છે. ફાયરિંગ દરમ્યાન કેટલાક સ્થાનિક લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. ઘર્ષણમાં 4 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. સાથે જ ફાયરિંગ દરમ્યાન હાજિન વિસ્તારમાં અનેક વિસ્તારોમાં પથ્થરમારો થયો હોવાના સમાચાર પણ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ સુરક્ષા દળો જિલ્લાના હાજિન વિસ્તારમાં આતંકવાદિઓ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. તેથી તે વિસ્તારના મકાનોને ઘેરી લીધા હતા. સાથે જ તપાસ આદરી હતી. જ્યારે તપાસ ચાલી રહી હતી ત્યારે જ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદિયોએ તેમની પર ગોળીબાર કર્યો હતો, ત્યાર બાદ ઘર્ષણ શરૂ થયું હતું.

http://sambhaavnews.com/

You might also like