જમ્મૂ-કાશ્મીરમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, હિઝબુલનો કમાન્ડર સમીર ટાઇગર ઠાર

જમ્મૂ કશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે લાંબો સમય સુધી જૂથ અથડામણ ચાલી હતી. પુલવામાના દ્રબુગામમાં થયેલી આ જૂથ અથડામણમાં જવાનોએ આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના ટોપ કમાંડર સમીર ટાઈગરને ઠાર માર્યો છે. તો સાથો સાથ તેના અન્ય સાથી આકીબ ખાનને પણ જવાનોએ ઠાર માર્યો છે.

બુરહાન વાની બાદ સમીરને કશ્મીરના પોસ્ટર બોય તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમીર ટાઈગર 2016માં હિઝબુલ મુઝાહિદ્દીનમાં સામેલ થયો હતો અને હિઝબુલના કેટલાંય આતંકી હુમલામાં તેનો હાથ હતો.

ખાનગી સૂચના મળતા સેના, એસઓજી, સીઆરપીએફ અને જમ્મુ-કશ્મીર પોલીસની સંયુકત ટીમે આજે સવારે વિસ્તારમાં ઘેરાવો કર્યો. જેથી આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયશરગ શરૂ કરી દીધી. જે બાદ જવાનોએ પણ તેમનો વળતો જવાબ આપ્યો. જેમાં બે જવાન સહિત 8 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે.

સુરક્ષાબળોએ જે આતંકીઓને ઘેર્યા હતા તેમાં ટોપ કમાંડર સમીર ટાઈગર અને તેના બે સાથીનો પણ સમાવેશ હતો. સમીર ટાઈગર 2016માં હિઝબુલ મુઝાહિદ્દીનમાં સામેલ થયો હતો. સમીર પુલવામાનો રહેવાસી છે અને હિઝબુલના કેટલાંય હુમલામાં તેનો હાથ છે. બુરહાન વાની બાદ સમીરને કશ્મીરના પોસ્ટર બોય તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

You might also like