જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં આવ્યો ગરમાવો, ઉપમુખ્યમંત્રી પદે કવિન્દ્ર ગુપ્તા લેશે શપથ

જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં સૌથી મોટો રાજકીય ફેરફાર થયો છે. જમ્મુ-કાશ્મીરના ડે. સીએમ પદેથી નિર્મલ સિંહે રાજીનામું આપ્યું છે. જમ્મુ-કાશ્મીરના નવા ઉપમુખ્યમંત્રી પદે કવિન્દર ગુપ્તાની વરણી કરવામાં આવી છે. કવિન્દર ગુપ્તા જમ્મૂ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે.

ઉપમુખ્યમંત્રી બનતા પહેલા કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું કે તેઓની પ્રથમ પ્રાથમિકતા કઠુઆ કાંડની પીડિત બાળકી અને તેના પરિવારજનોને ન્યાય અપાવાની રહેશે.  જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ભાજપ દ્વારા ફરી એકવાર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

ભાજપ દ્વારા હવે ઉપમુખ્યમંત્રી નિર્મલ સિંહની જગ્યાએ રાજ્યના સ્પીકર રહી ચૂકેલા કવિન્દ્ર ગુપ્તાને ઉપમુખ્યમંત્રી બનાવાની તૈયારી કરી લીધી છે. જો કે ભાજપ દ્વારા હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે રવિવારે મોડી રાત્રે ડેપ્યુટી સીએમએ અચાનક રાજીનામું આપી દેતા આ અટકળો તેજ થઇ ગઇ છે કે સ્પીકર કવિન્દ્ર ગુપ્તા રાજ્યના નવા ડે. સીએમ બની શકે છે.

You might also like