જમ્મુ-કશ્મીરઃ ભીડની આડમાં સેના અને પોલીસ પર હુમલો કરી હથિયારની લૂંટ

જમ્મુ-કશ્મીરઃ હિજબુલ કમાન્ડર બૂરહાન વાનીના માર્યા ગયા બાદ જ્યાં પોલીસ અને સેના રાજ્યમાં ફેલાયેલી હિંસાને રોકવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં બીજી બાજુ પ્રદર્શનકારી પોલીસ અને સેના પાસેથી હથિયાર લૂટી આર્મરી બનાવી રહ્યાં છે. સોમવારે કુલગામના દમહલ હાંજીપોરામાં એક પોલીસ સ્ટેશનમાંથી વિદ્રોહી હથિયાર લઇને ફરાર થઇ ગયો હતો. 70 હથિયારોમાં કેટલાક ઓટોમેટિક તો કેટલાક સેમિ ઓટોમેટિક હથિયાર હતા.

ગઇ કાલે પણ સેના પાસેથે હથિયાર છીનવવાના અલગ અલગ કિસ્સા સામે આવ્યાં છે. ત્રાલમાં એક સમૂદાયે પોલીસકર્મીઓ પર હુમલો કરીને હથિયારો લૂંટી લીધા હતા. મોડી સાંજે કરલપુરા પોલીસ સ્ટેશનમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુલખારોનો ઇરાદો હથિયાર ઝડપી લેવાનો હતો.

સુરક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે મોટાભાગના પ્રદર્ષન કારીઓ હથિયાર લૂંટીને સ્થાનીક આતંકિયોને પહોંચાડે છે. જેથી તેનો ઉપયોગ સેના વિરૂદ્ધ તેઓ કરી શકે.

 

You might also like