નૌગામમાં ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ, 2 જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં એલઓસી પાસે નૌગામ સેક્ટરમાં સેનાની ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ કર્યો છે. સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓને મારી નાંખ્યા હતાં. જો કે આ અથડામણમાં બે  જવાન શહીદ પણ થઇ ગયા છે. આતંકવાદીઓ માટે અભિયાન ચાલું છે.

આ એ જ જગ્યા છે કે જ્યાં 26 જુલાઇ એટલે કે મંગળવારે થયેલી ગોળીબારમાં સૈનિકોએ ચાર આતંકવાદીઓનો ઠાર કર્યો હતો, જ્યારે એક બે જીવતા પકડી લીધા હતાં. જીવતા પકડેલા આતંકવાદીઓએ એનઆઇએ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યા હતા.

તેને એનઆઇએને જણાવ્યું હતું કે તેનું નામ બહાદુર અલી છે. તે પાકિસ્તાનનો રહેનારો છે. તે મરવા માટે અને મારવા માટે ભારત આવ્યો હતો. મુંબઇ હુમલાના ગુનેગારો અને લશ્કર એ તોયબાના મુખ્ય હાફિઝ સઇદ તેનો નેતા છે.

You might also like