જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા પાંચ આતંકવાદીઓ ઠાર….

જમ્મુ-કશ્મીરમાં સુરક્ષા દળે મોટી કાર્યવાહી કરી છે. સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળ દ્વારા આ ક્રિયા માછિલ સેક્ટરમાં કરવામાં આવી છે. ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા.

કાશ્મીરના માછિલ સેકટરમાં સોમવારે સેનાએ પાંચ આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ તમામ આતંકવાદીઓ ઘૂસણખોરીના પ્રયાસમાં હતા, ત્યારે ભારતીય સેનાએ આ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ઠાર મરાયેલા આતંકવાદીઓની પાસેથી સેનાને મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ આતંકવાદીઓ સીમા પારથી આવ્યા હતા અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહ્યાં હતા, ત્યારે સેનાએ તમામ આતંકવાદીઓને ઘેરીને ઠાર માર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સુરક્ષાદળે દક્ષિણ કશ્મીરના પુલવામા જિલ્લાના પાંપોર વિસ્તારના સાંબુરા ગામમાં સુરક્ષાદળે એક આતંકવાદી ઠાર મરાયો હતો. માર્યો ગયો આતંકવાદી અબુ ઇસ્માઇલ સમૂહનો હતો. આતંકીનું નામ ઉમેર છે. જે તે પાકિસ્તાનનો રહેવાસી હતો. સેનાને ઠાર મરાયેલા આતંકવાદી પાસેથી એક AK-47 રાઇફલ મળી આવી હતી.

મળતી માહિતી અનુસાર, એક આતંકવાદી અયૂબ લલહારી અને એક બીજા ભાગીદાર ભાગી ગયા. આ ઑપરેશનમાં અવંતીપોરા પોલીસ, 50 આરઆર અને સીઆરપીએફએ દજેવારા સંયુક્તપણે હાથ ધરવામાં આપ્યો હતો.

You might also like