બાંદીપુરા અથડામણમાં આર્મીએ 2 આતંકીઓને ઠાર કર્યા, હાલમાં ઑપરેશન જારી

જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાના સમાચાર મળ્યા છે. હાજિન વિસ્તારમાં ચાલી રહેલા ઑપરેશનમાં અત્યાર સુધી બે આતંકીઓ માર્યા ગયા છે. જો કે આ અથડામણમાં બે જવાન પણ શહિદ થયા છે અને એક ઘાયલ છે.

હાલમાં ઘાટીમાં આતંકીઓના સફાયા માટે સુરક્ષા દળ દ્વારા ઘણા ગામોમાં કૉમ્બિંગ કરવામા આવી રહ્યું છે. મંગળવારે શ્રીનગરમાં અર્ધસૈનિક કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની એક ગાડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે તેમાં કોઈ જવાન ઘાયલ થયો નથી, પરંતુ એક આતંકીનું મોત થયું હતું.

સોમવારે પણ બડગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક જુનિયર કમીશન અધિકારી શહિદ થયા હતા અને સૂબેદાર રાજ કુમાર ઘાયલ થયા હતા. બાદમાં સારવાર દરમ્યાન જ તેમનું મૃત્યુ થયું હતું.

You might also like