કાશ્મીરમાં સેનાના કેમ્પ પર હુમલો નિષ્ફળ, સેનાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન

ઉત્તરી કાશ્મીરના બાંદીપોર જિલ્લામાં મંગળવાર રાતે આતંકવાદીઓએ સેનાના એક કેમ્પમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો. આતંકીઓએ રાતે હાજિન વિસ્તારમાં સેનાની 30 રાષ્ટ્રીય રાઇફલ્સના કેમ્પ પર ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો.

ત્યાર બાદ આતંકીઓએ ફાયરિંગકર્યું. સેનાના જવાનોએ આતંકીઓને વળતો જવાબ આપતાં આતંકીઓ ભાગી ગયા હતા. આ હુમલામાં બે જવાન ઇજાગ્રસ્ત થયા.

એક મળતા અહેવાલ મુજબ સેનાના કેમ્પની બહાર 4 થી 5 આતંકીઓને જોવામાં આવ્યા હતા. સેનાના કેમ્પ પર બે બાજુએથી હુમલો કરવામાં આવ્યો. આતંકીઓએ પ્રથમ કેમ્પના દરવાજા પર ગ્રેનેડ ફેંકયો ત્યારબાદ ફાયરિંગ કર્યું. સેના દ્વારા કેમ્પની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ભાગી ગયેલા આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. સેનાના જવાનોએ પુરા વિસ્તારને ચારે બાજુએથી ઘેરી લીધો છે. રમજાન મહિનો ચાલતો હોવાથી રાતે સ્થાનિક લોકો પણ ઘરની બહાર હોવાથી સેનાને સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વિસ્તાર લશ્કરનો ગઢ માનવામાં આવે છે. સેના દ્વારા કરાયેલી જવાબી કાર્યવાહીથી આતંકીઓ ફરાર થઇ ગયા હતા.

You might also like