જેમ્સ પેટિન્સન ક્રિકેટ છોડી બિલ્ડર બનશે

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેમ્સ પેટિન્સનનું કહેવું છે કે તે હવે ક્રિકેટને ગંભીરતાથી નથી લઈ રહ્યો. ક્રિકેટ છોડીને પેટિન્સનનું ધ્યાન હવે બિલ્ડર બનવા તરફ છે. પેટિન્સનની અત્યાર સુધીની કરિયર વારંવારની ઈજાઓથી અવરોધાઈ છે. તેણે પોતાની કરિયરમાં પગ, હેમસ્ટ્રિંગ, રિબ્સ જેવી ઈજાઓનો સામનો કર્યો છે, પરંતુ પીઠનું દર્દ તેની સૌથી મોટી સમસ્યા રહી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમને વેસ્ટ ઇન્ડીઝ સામે રમવાનું છે અને પેટિન્સનને ઈજાગ્રસ્ત મિચેલ સ્ટાર્કના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

પેટિન્સને ટીમ સાથે જોડાયા બાદ કહ્યું કે હું હવે ક્રિકેટને એટલી ગંભીરતાથી નથી લઈ રહ્યો. ક્રિકેટથી દૂર રહેવા દરમિયાન મેં ક્રિકેટ સિવાય પણ અન્ય કામ કર્યું અને તેનો ભરપૂર આનંદ ઉઠાવ્યો. મારા ઘણા શોખ છે. મેં હમણાં બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શનમાં ડિપ્લોમાનો અભ્યાસ શરૂ કર્યો છે અને એ અંગે હું ગંભીર છું.” ઓસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરને વિશ્વાસ છે કે તે એ જ ઝડપથી બોલિંગ કરશે, જેના માટે એ જાણીતો છે. પેટિન્સને આ વર્ષે ઘરેલુ ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.

You might also like