જાંબુનો શરબત

સામગ્રીઃએક લિટર જાંબુનો રસ, એક લિટર પાણી, અડધી ચમચી ફૂડકલર, અડધી ચમચી લીંબુનાં ફૂલ, એક ચમચી પોટેશિયમ મેટાબાય સલ્ફાઇડ

બનાવવાની રીતઃ
જાંબુના ઠળિયા કાઢી એેના ઉપરનો માવો કાઢી એને મિક્સરમાં ક્રશ કરી રસ તૈયાર કરો. એ પછી ખાંડ અને પાણી સાથે ઉકાળી એકતારી ચાસણી બનાવો. ચાસણીમાંથી અશુદ્ધિઓ દૂર કર્યા પછી એેમાં જાંબુનો રસ મિક્સ કરો. ચાસણી ઠંડી પડે ત્યાર બાદ તેમાં જાંબુનો ફૂડકલર, એસેન્સ મિક્સ કરી એકરસ કરવી.

ગરમ પાણીમાં પોટેશિયમ મેટાબાય સલ્ફાઇડ નાંખી બરાબર મિક્સ થયા બાદ એને જાંબુ અને ચાસણીના મિશ્રણમાં મિક્સ કરો. શરબત બનાવતી વખતે એમાં બરફનું છીણ તેમજ પાકા જાંબુનો તાજો માવો નાખી સર્વ કરો.

You might also like