અમદાવાદ ખાતે જલમહોત્સવ-2ની જાહેરાત કરવામાં આવી

અમદાવાદ : રાજ્યની દ્વિતિય જલ મહોત્સવની હનુવંતિયાની તૈયારીઓ ચાલુ થઇ ચુકી છે. નવી વેબસાઇટ www.jalmahotsav.com પણ લોન્ચ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંગે સમગ્ર માહિતી વેબસાઇટ પર અપલોડ કરાયેલી છે. ઓનલાઇન બુકિંગ સુવિધા પણ વેબસાઇટ દ્વારા ચાલુ કરવામાં આવી છે.

જળ મહોત્સવનું આયોજન આ વખતે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન હનુવંતિયા ખાતે કરવામાં આવેલું છે. આ અંગે જાગૃતી લાવવા માટે દેશનાં વિવિધ મેટ્રો શહેરોમાં રેલી પણ કાઢવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓ વેકેશન સમયે કુદરતી સૌંદર્ય અને અને પાણી વચ્ચે રહે તે માટે આ આયોજન થાય છે.

હનુવંતીયા તણવા અને ભાગદોડથી મુક્ત હરિયાળો પ્રદેશ છે. જ્યાં શુદ્ધ હવા અને વહેતા પાણીથી સાહસિક રમતો માટે પ્રોત્સાહન મળે છે .વોટર સ્પોર્ટસ ઉપરાંત એડવેન્ચર સ્પોર્ટસ પણ જલ મહોત્સવ દરમિયાન ઉજવાય છે. ઉપરાંત કાશ્મીરમાં જોવા મળતી શિકારા જેવી બોટ પણ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર રહે છે. ઉપરાંત ક્રુઝ, વોટર મોટરબોટ અને જલપરી જેવી સુવિધાઓ પણ અપાય છે. અગાઉના જલમહોત્સવની સફળતાને ધ્યાને રાખીને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા સતત બીજુ આયોજન કરવામાં આવ્યું છે.

You might also like