જલીકટ્ટુનાં પ્રદર્શન દરમિયાન ઉઠી હતી તમિલનાડુને અલગ દેશ બનાવવાની માંગ

ચેન્નાઇ : તમિલનાડુમાં જલીકટ્ટુના સમર્થનમાં થયેલ પ્રદર્શનો મુદ્દે મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમે ચોકાવનારી માહિતી રજુ કરી હતી. આંદોલનકર્તાઓ પર પોલીસના લાઠીચાર્જ મુદ્દે વિધાનસભામાં સ્પષ્ટીકરણ મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રદર્શનકર્તાઓ વચ્ચે દેશદ્રોહી અને અસમાજીક તત્વો ઘુસી ગયા હતા. તેમણે જ શાંતિપુર્ણ પ્રદર્શન દરમિયાન અરાજકતા ફેલાવી હતી.

વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાન્ય જનતા દ્વારા આહૂત પ્રદર્શન દરમિયાન કેટલાક અતિવાદીઓએ ઘુસણખોરી રી હતી. આ લોકોએ શાંતિપુરણ આંદોલનને હિંસક બનાવ્યું હતું. પોલીસ પર હૂમલો કર્યો અને લોકોનાં જીવ જોખમાવ્યા હતા. તેમાંથી કેટલાક તમિલનાડુને અલગ દેશ બનાવવાની માંગ કરી રહ્યા હતા. કેટલાકનાં હાથમાં આતંકવાદી ઓસામા બિન લાદેનની તસ્વીરો અને સાથે ગણતંત્ર દિવસનો બહિષ્કાર કરવાની તખ્તીઓ હતી.

પનીરસેલ્વમે કહ્યું કે લોકોનું જીવન અને જાહેર સંપત્તિ બચાવવા માટે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. તેમણે સદનને ભરોસો આપતા કહ્યું કે હિંસાની પાછળ જવાબદાર તાકાતોની ઓળખ કરવા માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે જલીકટ્ટુ પર 2011માં કેન્દ્રનાં તત્કાલીન સંપ્રગ સરકારએ સમયે પ્રતિબંધ લગાવ્યો હતો.

You might also like