હિન્દુત્વવાદી તાકાતો માટે પાઠ છે : જલીકટ્ટુ અંગે ઓવૈસીની અવળવાણી

નવી દિલ્હી : જલીકટ્ટુ અંગે સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ વિરુદ્ધ તમિલનાડુમાં ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે હૈદરાબાદના સાંસદ અને એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ યૂનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ઉઠાવ્યો છે. જલીકટ્ટુના પ્રદર્શન પર હિન્દૂત્વવાદી તાકાતો માટે પાઠ ગણાવ્યો છે. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે, જલીકટ્ટુ પર થઇ રહેલ પ્રદર્શન હિન્દુત્વવાદી તાકાતો માટે પાઠ છે. યૂનિફોર્મ સિવિલ કોડ આ દેશ પર થોપી શકાય નહી. અહીં એક સંસ્કૃતી નથી.

ઓવૈસીના નિવેદ પર જેડીયૂ સાંસદ અને પ્રવક્તા કે.સી ત્યાગીએ તિખી પ્રતિક્રિયા આપી છે. ત્યાગીએ કહ્યું કે ઓવૈસી આ મુદ્દાને સાંપ્રદાયિક રંગ આપે છે. અમે આ નિવેદન સાથેરાજનીતિથી સંમત નથી. એક તરફ એ લઘુમતીનો મુદ્દો ઉઠાવે છે. બીજી તરફ જલીકટ્ટુના મુદ્દે સાંપ્રદાયિક રંગ આપી રહ્યો છે. ત્યાગીએ જણાવ્યું કે ઓવૈસીની રાજનીતિથી ભાજપને ફાયદો થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે જલીકટ્ટુ મુદ્દે હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર તામિલનાડુમાં જલીકટ્ટુ ચલાવવા માટેની માંગણીઓ થઇ રહી છે. તો બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી પોતે પણ કહી ચુક્યા છે કે તેઓ પોતે જલીકટ્ટુનુ ઉદ્ધાટન કરશે.

You might also like