પાણી બચાવોના સંકલ્પ સાથે 1 મેથી રાજ્યમાં શરૂ થશે ‘જળ અભિયાન’

ગાંધીનગર:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળ અભિયાન મામલે ગાંધીનગરમાં નિવેદન આપ્યું છે. જયાં રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં 1 મેથી જળ અભિયાન શરૂ થશે. આ વખતના જળ અભિયાનમાં જનતા પણ જોડાશે. અને જળ અભિયાનથી પાણીની સમસ્યા દૂર કરવાનો આ એક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.

વધુમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આખું રાજ્ય સ્થાપનાનાં ગૌરવદિને જળ અભિયાનનો પ્રારંભ કરશે. એક અર્થમાં આ જળ અભિયાન નહીં, પરંતુ પ્રત્યેક ગુજરાતી દ્વારા કરાતી જળ આરાધના છે, ત્યારે સૌ ગુજરાતીઓ જળ સંચયની સાથે સાથે જળરક્ષાના, પાણી બચાવવાના સંસ્કારને પણ સુદૃઢ કરે. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ મંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો રાજ્યભરમાં જુદા જુદા જિલ્લામાં જળ અભિયાનનો પ્રારંભ કરાવશે.

CM રૂપાણીએ વધુમાં કહ્યું કે, આ કાર્યક્રમમાં સરકાર અને અનેક સામાજીક સંસ્થાઓ જોડાશે. આ અભિયાનમાં 50% કામ સંસ્થા અને લોકો ઉપાડે,તો 50% સરકાર ઉપાશે. આ અભિયાનમાં અમદાવાદના આશરે 12 જેટલા તળાવ, ખરીકટ કેનાલ પર કામગીરી હાથ ધરવામાં આવશે. સાથોસાથ વડોદરાના કેટલાક તળાવોમાં પણ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. તો આ તરફી દક્ષિણમાં આવેલ સુરત ખાતે જળકુંભીને યોગ્ય રીતે સફાઈ કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે આગામી 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે એટલે કે ગુજરાત રાજ્ય મુંબઇમાંથી અલગ પડીને એક અલગ રાજ્યનો દરજ્જો પામ્યું હતું જેની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન કરવામાં આવેલ છે. આ સાથે રાજ્યમાં જળ અભિયાન પણ હાથ ધરવામાં આવે છે.

You might also like