જખવાડા સ્ટેશન પર એન્જિનિયરિંગ મેગા બ્લોકથી અનેક ટ્રેનોને અસર

અમદાવાદ: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ રેલ સેકશનના જખવાડા સ્ટેશન ખાતે પ્રાઈવેટ કેટ ટર્મિનલ સાઈડિંગના નિર્માણ માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા મેગા બ્લોક લેવામાં આવી રહ્યું છે. આ કારણે તા. ૧૪ અને ૧૫ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. ઓખા-અમદાવાદ પેસેન્જર, ટ્રેનને વિરમગામમાં સમાપ્ત કરવામાં આવશે તથા આ ટ્રેન વિરમગામ-અમદાવાદની વચ્ચે તા. ૧૪ ડિસેમ્બરના રોજ રદ્દ રહેશે. સોમનાથ-અમદાવાદ એકસપ્રેસ, ટ્રેનને વિરમગામમાં સમાપ્ત કરવામાં આવશે. તથા આ ટ્રેન વિરમગામ-અમદાવાદની વચ્ચે તા. ૧૪ ડિસેમ્બરના રોજ રદ્દ રહેશે.

ઓખા-અમદાવાદ પેસેન્જર, ટ્રેનને વિરમગામમાં સમાપ્ત કરવામાં આવશે તથા આ ટ્રેન વિરમગામ-અમદાવાદની વચ્ચે તા. ૧૫ ડિસેમ્બરના રોજ રદ્દ રહેશે. ગાંધીધામ-બેંગલોર એકસપ્રેસ, તા. ૧૫ ડિસેમ્બરના રોજ વિરમગામ સ્ટેશન પર ૧ કલાક થોભાવવામાં આવશે. ડાઉન તૂતીકોરિન -ઓખા એકસપ્રેસ, તા. ૧૫ ડિસેમ્બરના રોજ અમદાવાદ-છારોડી સ્ટેશનની વચ્ચે ૨ કલાક થોભાવવામાં આવશે.

ડાઉન સુરત-જામનગર એકસપ્રેસ, તા. ૧૫ ડિસેમ્બરના રોજ અમદાવાદ-છારોડી સ્ટેશનની વચ્ચે ૨ કલાક થોભાવવામાં આવશે. ડાઉન રીવા-રાજકોટ એકસપ્રેસ, તા. ૧૫ ડિસેમ્બરના રોજ અમદાવાદ-છારોડી સ્ટેશનની વચ્ચે ૧ કલાક થોભાવવામાં આવશે.

You might also like