પાક – ભારત નાણામંત્રી એક જ મંચ પર હોવા છતા મળ્યા નહી

યોકોહામા : પાકિસ્તાનનાં સૈનિકો દ્વારા ભારતનાં બે જવાનોનાં માથા કાપવામાં આવ્યા બાદ બંન્ને દેશોની વચ્ચે તણાવ જાપાનમાં પણ ઉભરીને બહાર આવ્યો હતો. એક સંમેલનમાં નાણામંત્રી અરૂણ જેટલી પોતાનાં પાકિસ્તાની સમકક્ષ સાથે સંયુક્ત મંચ પર હાજર રહ્યા હતા, પરંતુ બંન્ને વચ્ચે કોઇ વાતચીત થઇ નહોતી.

જેટલીએ આ દરમિયાન ચીનની વન બેલ્ટ વન રોડ પર પાકિસ્તાનનાં સમર્થન પર પુરજોરમાં વિરોધ નોંધાવ્યો હતો. 2008માં થયેલ મુંબઇ આતંકવાદી હૂમલા બાદથી દક્ષિણ એશિયામાં સૌથી ખરાબ સંકટ પેદા થવાની સ્થિતી જણઆવાય છે. એવામાં બંન્ને દેશોનાં નેતાઓ દ્વારા એક મંચ પર હાજર રહેવાનો આ પ્રથમ કિસ્સો છે.

એશિયન ડેવલપમેન્ટ બેંકની 50મી વાર્ષિક બેઠક બાદ એશિયાઝ ઇકોનોમી આઉટ લૂક ટોકિંગ ટ્રેડ વિષય પર આયોજીત ચર્ચામાં જેટલીએ અને પાકિસ્તાન નાણા મંત્રી મોહમ્મદ ઇશાક ડાર સહિતનાં ચાર વક્તાઓ હાજર હતા. જેટલી મંચ પર આ પ્રકારે બેઠા કે એક કલાક સુધીની ભાષણમાં પાકિસ્તાની મંત્રીની સામે પણ નહોતું જોયું.

જેટલી પેનલનાં સભ્યો સાથે પરંપરાગત તસ્વીર પડાવ્યા બાદ તુરંત જ ત્યાંથી નિકળી ગયા હતા. બંન્ને નેતાઓએ હાથ પણ માત્ર ઔપચારિક રીતે મિલાવ્યો હતો. બંન્ને મંત્રીઓ ભારત – પાકિસ્તાનનાં હાલનાં તણાવ અથવા બંન્ને દેશની વચ્ચે કોઇ પ્રશ્ન જ નહોતો પુછવામાં આવ્યો.

જ્યારે પત્રકારોએ જેટલી સાથે વાતચીતનો પ્રયાસ કર્યો તો તેમણે જવાબ આપવાનો ટાળ્યો હતો. જ્યારે ડારે ચીનનાં બાકી યૂરેશિયા સાથે જોડનારી વન બેલ્ટ વન રોડ પહેલનું સમર્થન કર્યુ, જે જેટલીએ કહ્યું કે ભારતને સંપ્રભુતાનાં મુદ્દાનાં કારણે આ પ્રસ્તાવ પર ગંભીર આરોપ છે.

જેટલીએ કહ્યું કે મને લાગે છે કે સૈદ્ધાંતિક સ્વરૂપે કનેક્ટિવિટી એક સારો વિચાર છે પરંતુ તમે જે પ્રસ્તાવ મુક્યો છે ખાસકરીને તેમાં કોઇ અન્ય મુદ્દા જોડાયેલા છે અને મને આ બધી વાતો કરવા માટે આ મંચ યોગ્ય નથી લાગતું.

You might also like