સાંસદ ઇ અહેમદનું નિધન, બજેટ રજૂ કરવા અંગે અવઢવ, લોકસભા અધ્યક્ષ લેશે નિર્ણય

નવી દિલ્હીઃ આજે રજૂ થનાર બજેટ ગુરૂવાર સુધી ટળી શકે છે. સૂત્રો પ્રમાણે કેરલના સાંસદ અને ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના નેતા ઇ અહેમદનું નિધન થયું છે. ત્યારે આજે સંસદની કાર્યવાહી સ્થગિત થઇ શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર કોઇ સંસાદના નિધનને કારણે સંસદની કાર્યવાહીને સ્થગિત કરવાની પ્રથાને જાળવી રાખી શકે છે. જો કે આ મામલે ઔપચારીક જાહેરાત લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ જ થશે. આ મામલે અંતિમ નિર્ણય સ્પીકર લેશે.

પૂર્વ મંત્રી ઇ અહેમદને મંગળવારે સંસદની કાર્યવાહી દરમ્યાન હૃદય રોગોનો હુમલો થયો હતો. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને બચાવી શકાય ન હતા. ગત રાત્રે દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ દોઢસો વર્ષમાં પહેલી ઘટના હતી કે જ્યારે બજેટ ફેબ્રુઆરીના અંતિમ તારીખની જગ્યાએ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like