મેલબોર્નમાં જેટલીએ કહ્યું JNU અને હૈદરાબાદ યુનિવર્સિટીની કાર્યવાહી યોગ્ય

મેલબોર્ન : ગત્ત દિવસોમાં જવાબરલાલ નેહરૂ યુનિવર્સિટી અને હૈદરાબાદ સેન્ટ્ર યૂનિવર્સિટીમાં જે કાંઇ પણ સરકારની તરફથી કાર્યવાહી કરવામાં આવી તેને નાણામંત્રી અરૂણ જેટલીએ યોગ્ય ઠેરવી છે. મેલબોર્ન યુનિવર્સિટીમાં એક લેક્ચર દરમિયાન જેટલીએ કહ્યું કે જો કોઇ વ્યક્તિ ખુલ્લેઆમ આવા લોકોનાં જયકારા કરે છે કે જે મુંબઇ વિસ્ફોટ અથવા તો પછી સંસદ હૂમલાનો દોષીત છે તો પછી જે લોકો તેની સાથે સંમત નથી તે આવા તત્વોની વિરુદ્ધ વૈચારિક કાર્યવાહીની આશા કરી શકે છે.

એક સવાલનો જવાબ આપતા જેટલીએ ઇમરજન્સી સમયનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત એક ખુબ જ મજબુત લોકશાહી છે. 70નાં દશકમાં થોડા સમય માટે એવું લાગ્યું કે લોકશાહી ખતરાની નજીક પહોંચી ચુક્યું છે. પરંતુ ભારતે લોકશાહી તરીકે ગત્ત થોડા સમયમાં ઘણી ઉદારતા દાખવી છે. જેટલીએ તે બાબત પર જોર આપતા કહ્યું કે તે સમજવું જરૂરી છે કે ઘટના જેએનયુ કે હૈદરાબાદ યૂનિવર્સિટીમાં બની. તેમણે પોતાનાં તે દિવસોને યાદ કર્યા હતા જ્યારે તે પોતે પણ ઇમરજન્સી દરમિયાન વિરોધ કરી રહ્યા હતા.

જેટલીએ કહ્યું કે મે જેલની અંદર 19 મહિના કાઢ્યા છે. જેનું કારણ અભિવ્યક્તિની સ્વાતંત્રતા ઉપરાંત બીજી કોઇ માંગણી નહોતી. તેમણે કોંગ્રેસ પાર્ટી પર તીખો હૂમલો કરતા કહ્યું કે જે લોકો આજ જેએનયુ પ્રદર્શનનું સમર્થન કરી રહ્યા છે તે અગાઉ ઇમરજન્સીમાં પણ પોતાનું સમર્થન આપી ચુક્યા છે. નાણા મંત્રી મેલબોર્નમાં લેક્ચર દરમિયાન કહ્યું કે ગરીબી ઉપરાંત ભારત આતંકવાદથી પણ ખુબ પીડીત હતુ.મુંબઇમાં 1993માં થયેલા વિસ્ફોટમાં 300 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા. જો કે લાંબી ચાલેલી કાયદાકીય પ્રક્રિયા બાદ માત્ર એક વ્યક્તિને જ દોષી ઠેરવવામાં આવ્યો. જો કે તે દોષીત વ્યક્તિનાં સમર્થનમાં પણ હૈદરાબાદ યુનિવર્સિટી કેમ્પસની અંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

You might also like