નોટબંદીના નિર્ણયથી દૂર થશે ગરીબી, સસ્તી થશે લોનઃ અરૂણ જેટલી

નવી દિલ્હીઃ સરકાર નોટબંદીના મુદ્દે દરેક પ્રકારની ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ વિપક્ષ તેનાથી સતત ભાગી રહ્યું છે. નાણામંત્રી અરૂણ જેટલીએ ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં તે અંગે જણાવ્યું છે. જેનાથી પૂર્વ સંસદીય દળની બેઠકમાં પ્રસ્તાન પાસ કરીને પ્રધાનમંત્રીના આ સાહસિક પગલાં માટે શુભેચ્છા પાઠવી છે. આ પહેલાં પ્રધાનમંત્રીએ પણ બેઠકને સંબોધિત કરી હતી.

નોટબંદીના નિર્ણય પર વાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ભાવુક થઇ ગયા હતા. જોકે પોતાના આ પગલાનો જબરજસ્ત બચાવ કરવા સાથે તેમણે કહ્યું છે આ પગલું અર્થ વ્યવસ્થામાં ખૂબ જ પરિવર્તન લાવનારૂ છે. આ સાથે જ નાણામંત્રી અરૂણ જેટલીએ તમામ સભ્યોને સંબોધિત કરતા જણાવ્યું છે કે સરકારના આ પગલાંથી આગામી થોડા મહિનામાં દેશની અર્થવ્યવસ્થામાં અસરકારક ફેરફાર જોવા મળશે. સરકાર પૂરતો પ્રયાસ કરશે કે રોક્કડની જગ્યાએ કેશલેશનો વિકલ્પ વધારેને વધારે લોકો પસંદ કરવા લાગે.

જેટલીએ દાવો કર્યો છે કે નોટબંદીનો વિકલ્પ વધારેને વધારે લોકો પસંદ કરી રહ્યાં છે. પરંતુ વિપક્ષ જબરજસ્તી તેમાં ખોળખાપણ કાઢી રહ્યું છે. જેટલી પ્રમાણે નોટબંદીના પગલે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આવશે. ઇમાનદારીથી ટેક્સ ભરવા માટે મજબુર થશે.  અરૂણ જેટલીએ જણાવ્યું છે કે સરકારના આ નિર્ણયથી ગરીબી ઘટશે. સામાન્ય જનતાનું જીવન સુધરશે. મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા હોવાના આરોપ પર પણ નાણાપ્રધાનને વિપક્ષના સવાલોના જવાબ આપ્યા છે. જેટલીના મતે ઉદ્યોગપતિઓને લોન તેમની સરકાર આવ્યા તે પહેંલા આપવામાં આવી હતી. જે મોટી સંખ્યામાં આપવામાં આવી હતી. જેમની મુશ્કેલીઓનો સામનો અમારે કરવો પડી રહ્યો છે. જેટલીએ કહ્યું છે કે આ માહિતીને ગુપ્ત રાખવાની હતી એટલા માટે જ આઠ નવેમ્બર પહેલાં એટીએમમાં પૈસા મૂકવામાં આવ્યાં ન હતા.

visit: sambhaavnews.com

You might also like