મુંબઇ હૂમલાની સુનવણી ઝડપી બનાવવા ભારતે લખ્યો પાક.ને પત્ર

નવી દિલ્હી : વિદેશ સચિવ એસ.જયશંકરે મુંબઇ હૂમલા સંબંધિત સુનવણી ઝડપી બનાવવા માટે પોતાનાં પાકિસ્તાની સમકક્ષને પત્ર લખ્યો છે. પાકિસ્તાનને અત્યાર સુધી છ સપ્ટેમ્બરે જયશંકરે લખેલા પત્રનો પણ જવાબ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે કાલે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં રાજદૂત અને સ્થાયી પ્રતિનિધિ અજીત કુમારે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનાં અત્યાચારો અંગે જણાવ્યું હતું. બીજી તરફ બલૂચિસ્તાનનાં મુદ્દે મંત્રાલયની તરફતી જવાબ આવ્યો છે કે જ્યા સુધી પાકિસ્તાન બલૂચિસ્તાનમાં માનવાધિકારોના ઉલ્લંઘન અને બલૂચ લોકોની વિરુદ્ધ અત્યાચાર ચાલુ રાખશે. તે સમય સુધી ભારત પાકિસ્તાનની આ હરકતની વિરુદ્ધ પોતાનો અવાજ સતત ઉઠાવ્યા કરશે.

પાકિસ્તાનની આ હરકતની વિરુદ્ધ અફઘાનિસ્તાન જેવા દેશો પણ ભારતનો સાથ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે બ્રિક્સ દેશોનાં પ્રતિનિધિઓએ પાકિસ્તાનની તરફથી થઇ રહેલા આતંકવાદી હૂમલાનો સામનો કરવા માટે તૈયાર થયા છે. બીજી તરફ જ્યારે તેમને બીલિયામાં અપહ્યત બે ભારતીય નાગરિકોને દેશ પરત ફરવા અંગે પુછવામાં આવ્યું તો કહ્યું કે આવી વસ્તુઓમાં સમય લાગે છે. તેઓ હાલ સુરક્ષીત છે અને વિદેશ મંત્રાલય તેનાં પરિવાર સાથે સંપર્કમાં છે.

You might also like