જાણો કોણ છે પઠાણકોટ હુમલાનું કાવતરું રચનાર મસૂદ અઝહર

નવી દિલ્હી: પઠાણકોટ આતંકવાદી હુમલાની જવાબદારી લેનાર જૈશ એ મોહંમદે લીધી છે. જૈશના આતંકવાદી મૌલાના મસૂદ અઝહરને આ હુમલાનો માસ્ટર માઇન્ડ ગણવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે લગભગ 3:30 વાગે લગભગ 6 જેટલા આતંકવાદીઓ એરબેસ પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે જ્યારે ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં અત્યાર સુધી ચાર આતંકવાદીઅોને સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે બે જવાન શહીદ થયા છે.

કોણ છે મૌલાના મસૂદ અઝહર અને શું છે તેની હિસ્ટ્રી
મસૂદ અઝહર જૈશનો તે આતંકવાદી છે જેણે 17 વર્ષ પહેલાં 1999માં કંધાર હાઇજેક કેસમાં ભારતે છોડી મુક્યો હતો. 24 ડિસેમ્બર 1999ના રોજ 5 હથિયારબંધ આતંકવાદીઓએ 178 મુસાફરોની સાથે ઇન્ડિયન એરલાઇન્સના આઇસી-814 વિમાનને હાઇજેક કરી લીધી હતી.

હરકત-ઉલ-મુજાહિદ્દીનના આતંકવાદીઓએ ભારત સરકાર સામે 178 મુસાફરોના જીવના બદલામાં ત્રણ આતંકવાદીઓની મુક્તિનો સોદો કર્યો હતો. ભારત સરકારે મુસાફરોના જીવ બચાવવા માટે જે ત્રણ આતંકવાદીઓને છોડવાનો નિર્ણય કર્યો હતો તેમાંથી એક મસૂર અઝહર હતો.

શું છે જૈશ એ મોહંમદ
જૈશ એ મોહંમદ એક પાકિસ્તાની જિહાદી સંગઠન છે તેના આતંકવાદીઓ જમ્મૂ-કાશ્મીર સહિત ભારતના ઘણા રાજ્યોમાં આતંકવાદી હુમલામાં સામેલ છે. એટલું જ નહી જૈશ એ મોહંમદના આતંકવાદીઓ અમેરિકા વિરૂદ્ધ ચલાવવામાં આવતી ગતિવિધિઓમાં સામેલ રહ્યાં છે. જૈશ એ મોહંમદની સ્થાપના મસૂદ અઝહરે માર્ચ 200માં કરી હતી. જાન્યુઆરી 2002માં જ્યારે પાકિસ્તાનની સરકારે તેના પર બેન મુક્યો તો જૈશ એ મોહંમદે પોતાનું નામ બદલીને ખુદ્દામ ઉલ ઇસ્લામ કરી દીધું હતું.

You might also like