મોદી સાથે લગ્ન કરવા મહિલા હડતાળ પર બેઠી

નવી દિલ્હી: આમ તો દિલ્હીના જંતરમંતર ખાતે અવારનવાર વિવિધ માગણી સાથે હડતાળ કે ધરણાં અને દેખાવો થતા હોય છે પરંતુ છેલ્લાં એક માસથી અહીં ભૂખ હડતાળ પર બેઠેલી ૪૫ વર્ષની જય શાંતિની અનોખી માગણી છે કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લગ્ન કરવા માગે છે. જોકે તેની આવી માગણીથી લોકો તેને પાગલ માની હસી રહ્યા છે.

આ અંગે ભૂખ હડતાળ પર ઊતરેલી જય શાંતિનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું કે હું મોદી સાથે લગ્ન કરવા માગું છે કારણ મને માત્ર મોદી જ સમજી શકે તેમ છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે ૧૯૮૯માં તેને તેના પતિએ એક વર્ષનાં લગ્ન જીવન બાદ છોડી દીધી હતી. ત્યારથી તે એકલી જ રહે છે. જોકે આ દરમિયાન અનેક લોકોએ તેને લગ્નની ઓફર કરી હતી. પરંતુ તેની અપેક્ષા મુજબની વ્યકિત ન મળતાં તેણે ફરી લગ્ન કર્યાં નથી. પરંતુ મારે તો મોદી સાથે જ લગ્ન કરવા છે કારણ મારી જે ઈચ્છા છે તે મુજબની વ્યકિત માત્ર મોદી જ છે.

You might also like