જસપ્રિતનાં નો બોલની જયપુર પોલીસે જાહેરાત બનાવતા વિવાદ

જયપુર : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જસપ્રીત બુમરાહનો નો બોલ તેને ભુલવા નહી દે તેવું લાગી રહ્યું છે. જયપુર ટ્રાફીક પોલીસે બુમરાહનાં આ નો બોલની જાણે મજાક કરતી હોય તેવી જાહેરાત બનાવતા વિવાદ પેદા થયો છે. ટ્રાફીક પોલીસે જાહેરનામામાં એક મોટુ બોર્ડ ચાર રસ્તા પર મુક્યું છે જેમાં લખ્યું છેકે વ્હાઇટ લાઇન પાર કરવાથી શું થઇ શકે છે. તેવું જણાવ્યું છે.

નીચે એક લાઇનમાં લખવામાં આવ્યું કે, લાઇન ક્રોસ ન કરો, તમે જાણો છો કે લાઇન ક્રોસ કરવી કેટલી મોંઘું પડી શકે છે. ચેમ્પિયનશીપની ફાઇનલમાં જસપ્રીત બુમરાહનાં નો બોલથી પાકિસ્તાનને રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. અંતે ભારતને હાર મળી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર નો બોલ બદલ બુમરાહની ભારે ટીકા થઇ હતી. સોશિયલ મીડિયા પર બુમરાહ માત્ર એક નો બોલનાં કારણે વિલન બની ગયો હતો.

You might also like