ઓહ! આ રહ્યા ભગવાન રામના વંશજો, જેઓ કાળા કપડાં પહેરી દિવાળી ઉજવે છે

ભારતમાં ઘણા બધા રાજા રજવાડાના પરિવારો છે, પરંતુ જયપુરનું આ રૉયલ ફેમિલી પોતાને ભગવાન રામના વંશજ ગણાવી રહ્યા છે. આ વાતનો ખુલાસો તેમણે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર પણ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે જયપુરના પૂર્વ મહારાજ ભવાની સિંહ ભગવાન રામના પુત્ર કુશના 309મા વંશજ છે. આ વાત જયપુરના રોયલ ફેમિલીના પદ્મિની દેવીએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં પણ કહી હતી. આ રૉયલ ફેમિલી કાળા કપડાં પહેરી દિવાળી ઉજવે છે અને તેઓ દિવાળી પર કોઈની સામે જતા નથી.

પદ્મિની દેવી પૂર્વ મહારાજા ભવાની સિંહના પત્ની છે. તેમની પુત્રી દિયા કુમારી છે, જે હાલમાં જયપુરના સવાઈ માધોપુરના ધારાસભ્ય પણ છે. મહારાજા ભવાની સિંહ એ મહારાજા સવાઈ માનસિંહ અને તેમની પહેલી પત્ની મરુધરના પુત્ર છે.

પદ્મિની દેવી હિમાચલ પ્રદેશના રાજા રાજેન્દ્ર સિંહ અને મહારાની ઈન્દિરા દેવીના પુત્ર છે. બાદમાં તેમના લગ્ન જયપુરના રાજા સાથે કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાણી પદ્મિની દેવીના પતિ ભવાની સિંહને સરકારે બ્રિગેડિયરના પદથી સન્માનિત કર્યા હતા. તેમના નિધન બાદ 2011માં વારસ તરીકે પદ્મનાઊ સિંહનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો.

You might also like