જીવો માટે મોક્ષની દોરી નવકાર મંત્ર

શાસ્ત્રમાં આપેલા દરેક મંત્રમાં ઇશ્વરીય શક્તિ રહેલી હોય છે. આથી આ કળિયુગમાં તેની શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આરાધના કરવાથી ફળની પ્રાપ્તિ અચૂક થાય છે. એવો જ એક ચમત્કારિક મહામંત્ર છે નવકારમંત્ર. નવકાર મંત્ર એવો અમોઘ મંત્ર છે કે જેનાથી આધ્યાત્મિક, ધાર્મિક અને ભૌતિક કોઇપણ કાર્ય આજના સમયમાં ચોક્કસ પરિપૂર્ણ થાય છે. તેનું સ્મરણ-ધ્યાન-ઉપાસના વિધિપૂર્વક કરવાથી સંપૂર્ણ ફળની આશા અચૂક ફળિભૂત થાય છે.

ઇચ્છિત કોઇપણ કાર્યનું સંપૂર્ણ ફળ મેળવવા માટે તપાસવવાની-ટીપવાની તથા કંઇ કેટલીય પ્રક્રિયા કરવી પડે છે ત્યારે તે સુવર્ણ બને છે. આ જ રીતે શ્રીનવકાર મંત્રની ઉપાસના સાધક મજબુત મનોબળ અને શ્રદ્ધા સાથે વિધિપૂર્વક નિયમિત કરે તો તેનું ફળ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રોમાં પણ આ જાપનાં મહિમાનું એવું વર્ણન કરેલ છે કે આ મહામંત્રની આરાધનાથી આરાધકને તેનો અનુભવ અચૂક થાય છે.

શ્રી નવકાર મંત્રની પદની રચનામાં જે અક્ષરોનો ઉપયોગ થયેલ છે એ કોઇ સામાન્ય અક્ષરો નથી. ભવસાગરનાં ફેરામાં અટવાઇને, વેરાઇને, ભૂલા પડેલા જીવો માટે મોક્ષની દોરી છે. નવકારનાં અક્ષરો અજરામર પદને અપાવનાર જડીબુટ્ટી છે. આ મહામંત્રના જાપથી આત્મામાં દિવ્યતાની અનુભૂતિ થાય છે. આ મહામંત્રનો જાપ ચિંતામણિ, કામધેનુ અને કલ્પવૃક્ષ કરતાં ય વધારે ફળ આપનાર છે.

તેના એક એક શબ્દની રચનામાં ૧૦૦૮ વિદ્યાઓનું પ્રતિપાદન થયેલું છે. આ કોઇ કાલ્પનિક કે ભાવુક કરવા માટેની વાત નથી. પરંતુ વાસ્તવિક અનુભવ છે. જે પણ સાધક નીચે જણાવેલ રોગોની મુક્તિ માટે વિધિ અનુસાર શ્રદ્ધા અને ભક્તિથી જાપ કરશે તો તેને આ વાસ્તવિક્તાનો અનુભવ અચુક થશે.•

You might also like