ઘરે જ બનાવો રેસ્ટોરાં જેવી જૈન વેજિટેબલ કઢાઈ

સામગ્રી

-400 ગ્રામ વટાણા

-400 ગ્રામ ફ્રેન્ચ બીન્સ

-400 ગ્રામ કેપ્સિકમ

-400 ગ્રામ કોબીજ

અન્ય સામગ્રી

-100 ગ્રામ પનીરના ટુકડા

-250 ગ્રામ ટામેટાં

-2 મોટા ચમચા જૈન ગરમ મસાલો

-2 મોટી ચમચી તાજી મલાઈ

-2 મોટી ચમચી માખણ

રીત:

સૌપ્રથમ ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં બધા જ શાકભાજીનાં ટુકડાં અને પનીરના ટુકડાં ઉમેરી 2-3 મિનિટ સાંતળો. ક્રશ કરેલા કાચા ટામેટાંની પ્યૂરી ઉમેરી 2 મિનિટ સાંતળો. હવે જૈન ગરમ મસાલો ઉમેરી તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાંતળો. 1 કપ પાણી ઉમેરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી 5 મિનિટ આંચ પર ચડવા દો. વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં થોડી મલાઈ અને માખણ ઉમેરો.

You might also like