જૈન દેરાસરમાંથી પ્રાચીન મૂર્તિઓની ચોરી

અમદાવાદ: ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે આવેલા જૈન દેરાસરમાં મોડી રાતે તસ્કરોએ પંચધાતુની 6 પ્રાચીન મૂ‌િર્તઓની ચોરી કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઇસનપુર પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

ઇસનપુરમાં ગોવિંદવાડી ચાર રસ્તા લોટસ સ્કૂલની લાઇનમાં જૈન દેરાસર આવેલું છે. ગઇ કાલે મોડી રાતે તસ્કરો દેરાસરની બારીમાં લગાવેલ સળિયા તોડીને દેરાસરમાં પ્રવેશ્યા હતા. જ્યાં તેમણે પંચધાતુની 6 પ્રાચીન મૂર્તિની ચોરી કરી હતી અને બારીમાંથી જ ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે દેરાસરના ટ્રસ્ટીઓ પૂજા-અર્ચના કરવા માટે આવ્યા હતા ત્યારે દેરાસરની પ્રાચીન મૂર્તિઓ ગાયબ હતી. આ ઘટના વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાતાં જૈનસમાજની લાગણી દુભાઇ છે.

ટ્રસ્ટીઓએ તરત જ ઇસનપુર પોલીસને જાણ કરી હતી અને તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસની પ્રાથ‌િમક તપાસમાં તસ્કરોએ દેરાસરની રેકી કરી હતી અને દેરાસરમાં સીસીટીવી કેમેરા ન હોવાના કારણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું તારણ કાઢ્યું છે. તસ્કરો દેરાસરની બારીના સ‌િળયા તોડીને દેરાસરમાં ઘૂસીને ચોરી કરી હતી.

You might also like