ઝેરનું ઇન્જેક્શન અાપી મને મારી નાખવાનું કાવતરુંઃ અબુ સાલેમ

મુંબઈ: અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમે તળોજા જેલના સુપરિન્ટેન્ડેન્ટ હીરાલાલ જાદવ પર અાક્ષેપ કર્યો છે કે તેમણે તેના શરીરમાં ઝેરનું ઇન્જેક્શન અાપીને તેને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. સાલેમે ૨૫ નવેમ્બરે અાપેલા અા નિવેદનના પગલે જાદવ અને સાલેમ વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની છે.

૧૯૯૩ના બોમ્બબ્લાસ્ટ કેસના અારોપી અને વૈભવી લાઈફસ્ટાઈલના શોખીન એવા અબુ સાલેમે ૧૪ અોગસ્ટે ટાડા કોર્ટને કરેલી અેફિડેવિટમાં જણાવ્યું કે તળોજા જેલના નવા સુપરિન્ટેન્ડેન્ટ હીરાલાલ જાદવ તેને પાગલ બનાવવા કે અાપઘાત કરવાની ફરજ પાડવાના રોજેરોજ નવાં કાવતરાં કરતા હતા. અા અેફિડે‌િવટ સુપરત કરાયા બાદ જેલના સત્તાધીશોઅે તપાસ હાથ ધરી હતી.

તપાસ સમિ‌તિઅે અા અંગે જાદવનું નિવેદન પણ લીધું હતું. ૨૫ નવેમ્બરે અબુ સાલેમનું નિવેદન રેકોર્ડ થયું, જેમાં સાલેમે જાદવ સામે વધુ ગંભીર અાક્ષેપો મૂક્યા હતા.

સાલેમે તપાસ સમિ‌િત સામે અાપેલા નિવેદનમાં જણાવ્યું કે હીરાલાલ જાદવ અને જેલના મે‌િડકલ અોફિસર ડો. બંસોદેઅે જેલમાં મને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેઅો દવાઅો કે ઇન્જેક્શન અાપીને મને ખતમ કરવા ઇચ્છતા હતા.

તેઅો મને ખતમ કરીને મારો ખોટો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવીને મારું કુદરતી મૃત્યુ થયું હોવાનું પણ જાહેર કરવા ઇચ્છતા હતા. સાલેમે એમ પણ કહ્યું હતું કે દિલ્હીની કોર્ટમાં કે હોસ્પિટલમાં જવા દેવા માટે તેની પાસે ત્રણ લાખ રૂપિયાની લાન્ચ માગવામાં અાવી હતી.

You might also like