જેલના જીવનમાં તકલીફ ખરી પણ ટેન્શન નહી : સુબ્રત રોય

નવી દિલ્હી : ઇન્વેસ્ટર્ટ સાથે કરોડો રૂપિયાનાં ગોટાળા મુદ્દે લગભગ 2 વર્ષથી તિહાડ જેલમાં સજા ભોગવી રહેલ સહારા ગ્રુપનાં ઓનર સુબ્રત રોયનું પુસ્તક સોમવારે રિલિઝ થયું. રોયે લખ્યું કે જેલનું જીવન ઘણુ કષ્ટદાયક અને એકાંકી હોય છે. જો કે ભગવાનની દયાથી ટેન્શન ફ્રી જીવન ત્યાં જ જીવી શકાય છે. રોયનાં પુસ્તકનું નામ લાઇફ મંત્રાઝ રાખ્યું છે. આ પુસ્તક તેણે પોતાનાં જેલવાસ દરમિયાન લખ્યું છે. આ તેની ત્રણ પુસ્તકોની સીરીઝ થોટ્સ ફ્રોમ તિહાડનો પહેલો ભાગ છે.
સહારાનાં 39માં ફાઉન્ડેશન ડે પ્રસંગે સોમવારે પુસ્તક લાઇફ મંત્રાઝને રિલિઝ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં રોય લખે છે કે જેલની કોટડીમાં જેટલી ફેસેલિટી મળી છે તે કોઇ શોકથી ઓછી નથી. મને ઘણીવખત વિચાર આવે છે કે મે એવું તે શું ખોટુ કર્યું. જેલમાં રહેતા કોઇ અન્ય કેદીની જેમ જ હું વિચારૂ છું કે મારી સાથે જ આવું ખોટુ શા માટે થયું ? આ પ્રકારની વાતો સતત મગજમાં આવે છે. જેલમાં દુનિયાથી અળગો થયેલો માણસ એવી પરિસ્થિતીમાં આવી પડે છે કે તે પોતાનાં વાળ ખેંચીવા લાગશે અથવા તો ગાંડો થઇ જાય.
રોયે કહ્યું કે માત્ર સમય જ છે જે ઝખમ પર મલમનું કામ કરે છે. અમુક લોકો કહે છે કે તેઓ ખુશાલ જીવન ત્યારે જ જીવી શકે જ્યારે તેની પાસે કરોડો રૂપિયા હોય અને સુખસુવિધા હોય.જો કે માણસને સાચો આનંદ આ બધાથી પર જઇને જ સાચો આનંદ મળે છે. જો કોઇ વ્યક્તિને આ વાતમાંવિશ્વાસ ન આવે તો તે મને આવીને મળી શકે છે. હું તેને પ્રેક્ટિકલી પ્રુવ કરી આપીશ. રોયે કહ્યું કે શું તમે જાણો છો કે કોઇ કેમ ગાંડો થઇ જાય છે. કારણ કે તે પોતાની અંદરની પર્સનાલિટીના માટેનો ખોરાક બંધ કરી દે છે. ન તો તે પોતાનાં કામોમાં ફેરફાર કરે છે અને ન તો ઇમોશનને કોઇ વ્યક્તિ સાથે શેર કરે છે. રોયે કહ્યું કે આ પુસ્તક તેણે ટેન્શન દરમિયાન લખી છે પરંતુ આ તેની ઓટોબાયોગ્રાફી નથી.

You might also like