આજે PASS દ્વારા ગુજરાત બંધનું એલાન

અમદાવાદ: રવિવારે પાટીદારો દ્વારા અનામત અને જેલમાં બંધ પાટીદારોને છોડાવવા માટે મહેસાણા અને સુરતમં જેલ ભરો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પાટીદારોના જેલ ભરો આંદોલન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહેસાણા અને સુરતમાં એસઆરપી અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઉતારી દેવાયો આવ્યો હતો. પરંતુ તેમછતાં મહેસાણામાં આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ સજાર્યું હતું.

આ દરમિયાન પાટીદારો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતાં કેટલાક પોલીસકર્મીઓ અને પાટીદાર નેતા લાલજી પટેલ સહિતને ઇજા પહોંચી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે 20થી વધુ ટિયરગેસ છોડ્યા હતા અને પાણીમારો ચલાવ્યો હતો. આંદોલનની ગંભીરતાને જોતાં ઇન્ટરનેટ સેવા ઠપ્પ કરી દેવામાં આવી હતી અને મહેસાણામાં કરફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો તથા ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે.

મહેસાણામાં જેલ ભરો આંદોલન બન્યું હિંસક, પોલીસ પર પથ્થરમારો, 20 ટિયરગેસ છોડાયા

તો બીજી તરફ સુરતના વરાછામાં જેલભરો આંદોલન દરમિયાન 100 જેટલા પાટીદારો અટકાયત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેલ ભરો આંદોલન દરમિયાન મોટી સંખ્યામાં ઉમટેલા પાટીદાર યુવકોએ વરાછા પોલીસ સ્ટેશન સામે ઉમટી પડીને ઘરપકડ વહોરી હતી. આ સાથે જ પોલીસવેનમાં બેસવાની જગ્યા ઓછી પડતાં અમુક યુવકો ઉપર ચડી ગયા હતાં. અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

હાર્દિક પટેલનો વધુ એક લેટર બોમ્બ, મુક્તિને બદલે 27 મુદ્દાને આપ્યું મહત્વ

પાટીદાર અનામત આંદોલન સમીતીના સુરતના કન્વીનર ધાર્મિક વાલવીયાએ આજે સોમવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. પોલીસે પાટીદારો પર કરેલા દમનના કારણે ફરી ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

You might also like