સૌરાષ્ટ્રનો કેપ્ટન જયદેવ શાહ મુંબઈની રુચિ સાથે પરણી ગયો

રાજકોટઃ ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ સેક્રેટરી અને આઇપીએલની બિઝનેસ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન નિરંજન શાહના દીકરા તથા સૌરાષ્ટ્રની રણજી ટીમના કેપ્ટન જયદેવ શાહનાં લગ્ન રાજકોટ ખાતે યોજાયાં હતાં. આ લગ્નમાં એક પણ ખેલાડી કે બોર્ડ સાથે જોડાયેલી કોઈ જ સેલિબ્રિટી હાજર રહી નહોતી. રણજી ટ્રોફીની મેચના કારણે સૌરાષ્ટ્રની ટીમનો પણ કોઈ ખેલાડી હાજર રહ્યો નહોતો. જયદેવ શાહે મુંબઈમાં રહેતા શરદ પરીખની દીકરી રુચિ સાથે લગ્ન કર્યાં છે.

You might also like