જગત જનની મા અંબે

ગુજરાતમાં નાનાં મોટાં અનેક ઉપરાંત ચાર મુખ્ય શક્તિપીઠો ગણાય. આરાસુરનાં શ્રી અંબાજી, પાવાગઢનાં શ્રી મહાકાળી, ચુંવાળ શંખલપુરનાં શ્રી બહુચરાજી અને ગોંડલાનાં શ્રી ભુવનેશ્વરી. આમાંનાં પહેલાં ત્રણમાં સતીનાં અંગો પડેલાં મનાય છે. અંબાજીમાં હૃદય (જમણો હાથ), પાવાગઢમાં દક્ષિણ પાટાગુલી (પગનો ભાગ) અને બહુચરાજીમાં વામબાહુ. શ્રી ભુવનેશ્વરીનાં સ્થાનો સમગ્ર ભારતમાં અત્યંત જૂજ હોઇ તે સ્થાન પણ અન્ય શક્તિપીઠો જેટલું જ મહત્ત્વનું બની રહે છે. ગુજરાતમાં ઉત્તરમાં અંબા માતા છે અને પૂર્વમાં કાલી માતા છે. આ શક્તિપીઠો લોકોની આસ્થાનાં ભવ્ય પ્રતીક સમાન છે.
જાણે ગુજરાતને બે દિશાએ સાચવતી આદ્યશક્તિ તેના બે સ્વરૂપે સાક્ષાત્ ઉપસ્થિત છે. જ્યારે ખેડબ્રહ્મામાં અંબે માનું પ્રસિદ્ધ મંદિર છે અને ત્યાં પણ માતાજીનું હૃદય અને હાથનો ટુકડો પડેલો મનાય છે.
શ્રીયંત્ર વીસા યંત્રઃ
મૂર્તિ નહીં યંત્રની પૂજા
આરાસુરની અંબામાનાં મૂર્તિરૂપ તરીકે અને છબીઓ તેમના ભક્તોમાં પૂજાતી રહી છે, પરંતુ અંબામાનાં મંદિરમાં મૂર્તિની નહીં, પરંતુ વીસા યંત્રની પૂજા થાય છે. આ વીસા યંત્રના શૃંગાર મુગટ અને ચૂંદડી સાથે એ રીતે થાય છે કે જાણે માતાજીની મૂર્તિ સવારી પર
આરુઢ હોય.
આ યંત્ર શુદ્ધ સોનામાંથી બનાવાયું છે. આ શૃંગાર દરરોજ વિવિધ વાહનો સિંહ, વાઘ, હાથી, નંદિ, ગરુડની સાથે કરવામાં આવે છે. યંત્રને નજરથી જોવાનો નિષેધ છે. શ્રીયંત્ર એટલે જેના દર્શન માત્રથી પુણ્ય મળે છે તે.
શ્રીયંત્રની આઠ દિશાઓમાં
આઠ શક્તિઓ છે
આઠ સિદ્ધિઓ તેની દ્વારપાળ છે. શ્રીયંત્રની સોળ પાંખડીઓમાં શ્રી મહાત્રિપુરસુંદરીની મહાનિત્યા દેવીઓ બિરાજે છે.
તેનાં ચૌદ ત્રિકોણવાળા સર્વ સૌભાગ્યદાયક ચક્રમાં ચૌદ ભુવનોવાળું બ્રહ્માંડ સમાઇ જાય છે. મહા ત્રિપુરસુંદરી મા અંબા પરાશક્તિષોડશી એટલે કે સોળમી કળા છે. એ જ સહસ્રારદલ કમલમાં અમૃત વર્ષાવતી મોક્ષ અને ભોગ
આપે છે.
શક્તિપીઠોમાં અંબાજી
એમાં શક્તિ સ્વરૂપિણી સતીનો હૃદય જમણો હાથ અંબાજીના સ્થાનમાં પડ્યો હતો. જમણો હાથ વરદમુદ્રાવાળો ગણાય છે. દેવમૂર્તિઓમાં જમણો હાથ વરદાન દેનારો છે. અંબાજી વરદાયિની છે. લોકોની મનોકામના અહીં પૂર્ણ થાય છે.

You might also like