જગન્નાથપુરીની રથયાત્રા

રથયાત્રા અમદાવાદની હોય કે જગન્નાથપુરીની તેમાં એક વસ્તુનું સામ્ય અવશ્ય જોવા મળે છે તે બાબત અહીં ખાસ નોંધનીય છે કે આ રથયાત્રામાં ભગવાન સ્વયં ભક્તોનાં દર્શન કરવા, તેમના ખબર અંતર પૂછવા નીકળે છે.
ભારતનું પ્રસિદ્ધ યાત્રાધામ ઓડિશા છે આ નગરમાં જગન્નાથપુરીની રથયાત્રા નીકળે છે. અહીંના આ મંદિર પાસે યાત્રાળુઓ માટે પુષ્કળ ધર્મશાળાઓ આપેલી છે. જગન્નાથપુરી ચાર યાત્રાધામ પૈકીનું એક દિવ્ય યાત્રાધામ છે.
બદરીનાથ સતયુગનું યાત્રાધામ ગણાય છે. રામેશ્વરમ્ ત્રેતાયુગનું યાત્રાધામ ગણાય છે. દ્વારા દ્વાપરયુગનું યાત્રાધામ ગણાય છે. જ્યારે કળિયુગનું યાત્રાધામ જગન્નાથપુરી ગણાય છે.

વર્ષો પહેલાં અહીં નીલાંચલ નામનો પર્વત હતો તે પર્વતની ઉપર ભગવાન નીલમાધવની મૂર્તિ હતી. દેવતા ભગવાન નીલમાધવની પૂજા કરવા અહીં આવતા હતા. એક વખતની વાત છે તે પર્વત પૃથ્વીની અંદર ચાલ્યો ગયો. દેવતાઓ નીલમાધવની મૂર્તિ સ્વર્ગમાં લઇ ગયા. તે બંનેની યાદમાં આ સ્થળ આજે નીલાંચલના નામે ઓળખાય છે. મંદિરનાં શિખર પર રહેલ ચક્રને નીલછત્ર કહેવાય છે. આ નીલછત્રનું દર્શન જેટલે સુધી થાય છે તે તમામ ક્ષેત્ર જગન્નાથપુરી નામથી ઓળખાય છે. આ ક્ષેત્રનાં અનક નામ છે જેમકે શ્રીક્ષેત્ર, પુરુષોત્તમપુરી, શંખક્ષેત્ર જેની પાછળ તો ઇતિહાસ એ છેકે આખાય વિસ્તારનો આકાર શંખ જેવો છે.

આ શક્તિપીઠમાં આ ક્ષેત્ર ખૂબ મહત્ત્વનું ગણાય છે. અત્રે યાદ રાખવું જરૂરી છે કે ભગવાન વિષ્ણુના સામા શંખ થાય છે. તેથી તે ભગવાન હાથમાં રહે છે. ભગવાન વિષ્ણુનાં સુદર્શનચક્રથી ભગવાન શંકરના ખભા ઉપર રહેલાં સતીના મૃતદેહની નાભિ કપાઇને અહીં પડી હતી. જગન્નાથ મંદિર ઘણું વિશાળ છે. મંદિર બે કિલ્લાની વચ્ચે છે. ચારેય તરફ દ્વાર છે મુખ્ય મંદિર ત્રણ ભાગ છે. વિમાન અથવા શ્રી મંદિર છે. જે સૌથી ઊંચું છે. જેમાં શ્રી જગન્નાથપુરી બિરાજમાન છે. સામે જગમોહન છે આ જગમોહન પછી મુખશાળા નામનું મંદિર છે. તેની આગળ ભોગમંડપ છે. આ મંદિરની પૂર્વ દિશામાં સિંહદ્વાર છે.

દક્ષિણ દિશામાં અશ્વદ્વાર છે. પશ્ચિમ દિશામાં વ્યાધ્રદ્વાર છે. ઉત્તર દિશામાં હસ્તીદ્વાર આવેલું છે. જગન્નાથપુરીનું મંદિર ઇ.સ.૧૧૭૮થી ૧૧૯ર દરમિયાન ગંગાવંશના રાજા અનંગ ભીમદેવ બંધાવેલું છે. જગન્નાથજીનો રથ સૌથી ઉન્નત હોય છે. જેને લાકડાંના ૧૬ પૈડાં હોય છે. તે ૧૪.પ મીટર એટલે કે પપ ફૂટ જેટલો ઊંચો હોય છે. જેમાં કુલ ૮૩ર જેટલાં લાકડાંના નાના મોટા ટુકડા વપરાય છે. રથની લંબાઇ પહોળાઇ ૧પર મીટર જેટલી હોય છે. દરેક હિંદુએ જનમ દરમિયાન ભગવાન જગન્નાથની રથયાત્રા નીહાળવી જોઇએ.•

You might also like