જાડેજા હવે ‘બેંકર’ બોલર બની ગયો છેઃ ભરત અરુણ

બેંગલુરુ: ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરુણનું માનવું છે કે રાષ્ટ્રીય ટીમમાંથી થોડા મહિના પહેલા બહાર થયેલા જમણેરી સ્પીનર રવીન્દ્ર જાડેજાને પોતાની ગેમને સમજવામાં અને તેને સુધારો કરવાની તક મળી છે જેનો હવે તેને ફાયદો મળી રહ્યો છે. જાડેજાઅે અત્યાર સુધી ટીમના સ્પીન વિભાગના રવિચંદ્ર અશ્વિનને સારો સાથ અાપ્યો છે. અા બંનેઅે અત્યાર સુધી દક્ષિણ અાફ્રિકાની વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની શૃંખલામાં ૧૨-૧૨ વિકેટ ઝડપી છે.

અરુણે બેંગલુરુ ટેસ્ટ બીજા દિવસે પણ વરસાદમાં ધોવાઈ ગયા બાદ જણાવ્યું હતું કે મારું માનવું છે કે રવીન્દ્ર જાડેજાને પોતાને કયા કયા વિભાગમાં સુધારો કરવાની જરૂર છે તે જાણવાનો સમય મળી ગયો છે. રણજિત ટ્રોફીમાં તેના દેખાવથી તેનો અાત્મવિશ્વાસ વધ્યો છે. રવીન્દ્ર જાડેજા હવે અાપણો બેન્કર બોલર છે.

ટેસ્ટ હોય કે વન ડે કોઈપણ પ્રકારની રમતમાં તે ટીમને કઈ રીતે ફાયદો થાય તે વાત સારી રીતે જાણે છે. જાડેજાઅે પોતાની રમતનું મૂલ્યાંકન કર્યું છે ત્યારે કોચે અેવો પણ મત વ્યક્ત કર્યો છે કે ભુવનેશ્વર કુમારે બોલને વધુ સ્વિંગ કરવાની જરૂર છે. જો કે કોચે અે બાબતે ખુશી વ્યક્ત કરી છે કે અગાઉની સરખામણીઅે તે વધુ ઝડપી બોલિંગ કરે છે.

ભરત અરુણે રણજિત ટ્રોફી રમવા માટે મોકલવામાં અાવેલા ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર અંગે જણાવ્યું કે ભુવનેશ્વર કુમારની વાત કરીઅે તો તે ૧૪૦ કિલોમીટર કરતા વધુ ઝડપે બોલિંગ કરી શકે છે અને સ્વિંગ પણ કરાવી શકે છે. ભૂવિનું મજબૂત પાસું તેનું સ્વિંગિંગ છે, પરંતુ હજુ પણ તેને સતત સ્વિંગ કરવાની જરૂર છે અને સતત કામ કરવાથી તે સફળ પણ થશે.

કેટલાંયે વર્ષો સુધી રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી સાથે સંકળાયેલા ભરત અરુણનું માનવું છે કે અાપણા દેશમાં ફાસ્ટ બોલરનું સારો રિઝર્વ પુર છે પરંતુ તેમણે યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. ઇશાંતના એક્શનમાં અાવેલ પરિવર્તન બાદ સુધારા અંગે અરુણે જણાવ્યું છે કે વાસ્તવમાં દિલ્હીનો અા ફાસ્ટ બોલર પોતાના યોગ્ય એન્ગલથી બોલિંગ કરી રહ્યો છે અને તેને સફળતા મળી રહી છે.

ટર્નિંગ વિકેટ તૈયાર કરવા માટે ભારતમાં ઝડપી બોલરના વિકાસમાં વિઘ્ન ઊભાં થશે.એવા પ્રશ્નના જવાબમાં અરુણે જણાવ્યું હતું કે હું અા સાથે સહમત નથી. અાપણી પાસે ભારતમાં સારા ફાસ્ટ બોલર છે. અાપણી પાસે હજુ પણ ચાર એવા બોલર છે જેઅો સતત ૧૪૦ કિલોમીટરની વધુ ઝડપથી બોલિંગ કરી શકે છે. અાપણે એવા વિકેટ પર રમવાનું પસંદ કરીઅે છીઅે. જે અાપણી ટીમની રણનીતિને અનુકૂળ હોય.

You might also like