યુનિવર્સિટીઓ બની રહી છે રાજકીય અખાડા : જાદવપુર યુનિ. પણ વિવાદમાં ફસાઇ

કોલકાતા : પશ્ચિમ બંગાળની જાદવપુર યૂનિવર્સિટીમાં શુક્રવારે ફિલ્મ બુદ્ધા ઇન ધ ટ્રાફીક જામની સ્ક્રિનિંગનાં મુદ્દે હોબાળો થયા બાદ રાજનીતી ચાલુ થઇ ગઇ હતી. યૂનિવર્સિટીમાં અજંપાભરી પરિસ્થઇતી સર્જાઇ છે. યૂનિવર્સિટીમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ એન. ત્રિપાઠીએ કહ્યું કે યૂનિવર્સિટીમાં ઝડપી અશાંતિનાં એક કેન્દ્ર તરીકે વિકસી રહી છે. જેની વિરુદ્ધ અધિકારીક રીતે કડક હાથે કાર્યવાહી કરવાની સખ્ત જરૂર છે.

બીજી તરફ યુનિવર્સિટી તંત્ર દ્વારા 4 લોકોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેમાંથી 3 વિદ્યાર્થીઓ એબીવીપીનાં છે. યૂનિવર્સિટી તંત્રનાં અનુસાર શુક્રવારે હોબાળા દરમિયાન અમુક વિદ્યાર્થીઓની સાથે છેડછાડની ઘટનાઓ બની હતી. વિદ્યાર્થીઓએ છેડછાડનો આરોપ બહારનાં લોકો પર લગાવ્યો છે. જેએ સ્ક્રિનીંગ માટે કેમ્પસમાં ઘુસ્યા હતા. ફરિયાદની પૃષ્ટિ કરતા યૂનિવર્સિટીનાં કુલપતિ સુરંજનદાસે કહ્યું કે બે વિદ્યાર્થીઓએ છેડછાડની ફરિયાદ કરી છે. પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે કે છેડતી કરનાર કોણ હતા.

બીજી તરફ યૂનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થી નેતાઓની લડાઇમાં હવે નેતાઓ પણ કુદી પડ્યા છે. ભાજપનાં જાદવપુર યૂનિવર્સિટીને રાષ્ટ્ર વિરોધી તત્વોનું ગઢ ગણાવીને કુલપિત વામદળોની સાથે મળીને રાષ્ટ્ર વિરોધી તત્વોને સમર્થન આપતા હોવાનો આરોપ લગાવાયો હતો. પશ્ચિમ બંગાળનાં પ્રમુખ દિલીપ ઘોષે જણાવ્યું કે જાદવપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે અશાંતિ સામાન્ય બાબત થઇ ગઇ છે. એક એવી ફિલ્મનું સ્ક્રિનિંગ અટકાવવામાં આવ્યું જેને સેન્સર બોર્ડ દ્વારા મંજુરી આપવામાં આવી છે.

You might also like